________________
૭૨૦
અધ્યાત્મ રાજક અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૌતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.
પરમ સુખસ્વરૂપ, પરમેષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સપુરુષોને નમસ્કાર. | સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? વિકલપ શે ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ હું નિજસ્વરૂપમય ઉપયોગ કરૂં છું. તમય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩ આમ સમયસારમાં–શુદ્ધ ચૈતન્યમય આત્મામાં તન્મય થઈ ગયેલા સાક્ષાત સમયસારસ્વરૂપ શ્રીમદે સમયસારના મહિમતિશયનું અદ્ભુત આત્મસંવેદન પૂર્ણ ઉત્કીર્તન કરતા આ અમૃતપત્રમાં સમયસારની મુક્તકઠે પ્રસ્તુતિ કરતો પરમ ભાવામૃતસિંધુ ઉલ્લસા છે; દ્રવ્યાનુયોગના પરમ નિચેડરૂપ પરમ અર્કરૂપ (Essence). આ પરમ અનુભવસિદ્ધ છેડા મહાગ્રંથાર્થ ગંભીરવચનમાં શ્રીમદે પરમ ભાવપૂર્ણ–પરમ આશયગંભીર પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ સમયસાર પ્રકાશ્ય છે. ભગવાન સમયસારનું–શુદ્ધ આત્માનું આવું પરમ અદ્દભુત જીવતું જાગતું જવલંત ચિત્ર શ્રીમદ્દ જેવા જીવતા જાગતા પ્રયોગસિદ્ધ સમયસાર વિના કેણ આલેખી શકે? જેના આત્માના પ્રદેશ પ્રદેશે સમયસારને પરમાર્થ રંગ લાગ્યો હોય એવા શ્રીમદ્દ જેવા પરમ પુરુષ–પરમ આત્મા વિના સમયસારને આ મહામહિમાતિશય કેણ ગાઈ શકે? “સ્વરૂપબેધ. ગનિરોધ. સર્વધર્મ સ્વાધીનતા. ધર્મમૂર્તિતા. સર્વપ્રદેશે સંપૂર્ણ ગુણાત્મકતા. સર્વાગસંયમ. લેક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ-એ હાથધના (રૂ-૧૬) પરમાર્થગંભીર સંક્ષેપ સૂત્રમાં સૂચવ્યું છે તેમ,-સ્વરૂપધ પામી, યોગને નિરોધ કરી, સર્વ આત્મધર્મની સ્વાધીનતા કરી, ધર્મમૂર્તિતા પ્રાપ્ત કરી, સર્વ આત્મપ્રદેશે સંપૂર્ણ ગુણાત્મકતા સિદ્ધ કરી, આત્માને સર્વથા સ્વરૂપમાં સંયમી રાખી જેણે સર્વાગસંયમ ધારણ કર્યો હતો, એવા શુદ્ધ આત્મપરિણત સક્ષાત્ સમયસાર શ્રીમદ્દ જેવા આત્મસિદ્ધ અલૌકિક યોગીશ્વર વિના લેક પ્રત્યે નિષ્કારણ અનુગ્રહ કરવાની આવી અલૌકિક ધારણા કણ ધરી શકે? અને આવા સાક્ષાત સમયસારભૂત–એવભૂતદશા પામેલા સ્વરૂપસ્થ શ્રીમદ જેવા અદ્ભુત જ્ઞાનીશ્વર વિના આ ચતુર્દશ સૂત્રમાં સૂચવ્યું છે તેમ એવંભૂત દષ્ટિથી એવંભૂત સ્થિતિની આત્મામાં આવી અદ્દભુત સમનયઘટના કેણ કરી શકે?—