SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ ઇડરના પહાડ ગજાવતે સિદ્ધ ગી પડેલા મુનિઓને પાંચ-છ દિવસ સત્સંગને ધર્મ લાભ આપી વિદાય કર્યા પછી પણ અત્ર નિવૃત્તિક્ષેત્રે ઈડરના પહાડોમાં અને ગિરિગુફાઓમાં પણ બે મહિના સુધી પરમ અસંગ સ્થિતિ કરી હતી. અને “તપ કરે, ત૫ કરે, શુદ્ધ ચેતન્યનું ધ્યાન કરે, શુદ્ધ ચતન્યનું ધ્યાન કરો” (હા. નં. રૂ–૧૦)એ શુદ્ધ ચિદુઆકાશમાં ઊઠતી આકાશવાણીને ચરિતાર્થ કરતા આ પરમ તપેમૂર્તિ સિદ્ધ ગી શુદ્ધ “ચૈતન્ય જિનપ્રતિમા” થઈ રહ્યા હતા; “કેવલ શુદ્ધ ચિતન્યસ્વરૂપ સહજ નિજ અનુભવસ્વરૂપ છું.” (હા.નં. રૂ-૭). “હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું, અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણું છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” (હા. નં. રૂ–૧૧)-એમ શુદ્ધ આત્મભાવના ભાવતા આ પરમ અસંગ સિદ્ધ યોગી, “કેવળજ્ઞાન, એક જ્ઞાન, સર્વે અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધજ્ઞાન, સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન તે કેવળજ્ઞાનનું (હા–ને. રૂ. ૮)–શુદ્ધ ચિતન્યનું પરમ નિશ્ચયધ્યાન ધરી રહ્યા હતા. આમ “પરમ ગુણમય ચારિત્ર (બળવાન અસંગાદિ સ્વભાવ)માં વર્તતા, “પરમ નિર્દોષ મૃત” પરાવર્તાતા, “પરમ પ્રતીતિ રૂપ પરમાવગાઢ સમ્યકત્વ ધારતા, “પરમ પરાક્રમ દાખવતા, “પરમ ઇન્દ્રિયજય” (હા. નં. –૨૫) આચરતા આ પરમ પુરુષસિંહ પરમ સિદ્ધ યોગીન્દ્ર પરમ અસંગપણે અત્ર નિવૃત્તિક્ષેત્રે અઢી માસ વિચારી રહ્યા; 'अहमिको खलु सुद्धो, दसणणाणमई ओ सदारूवी, णवि अस्थि मज्झ चिवि अण्णं परमार्णामत्तंपि ॥ मा मज्झह मा रजह, मा दस्सह इणि अत्थे । थिरमिच्छह કાર નિ વિસરાઇrmસિપિ ” ઈ. મહાન્ ગાથાઓના દિવ્ય નાદથી ઈડરના પહાડોને અને ગિરિગુહાઓને ગજાવી રહ્યા અને “એકાકી વિચરતો વળી સમશાનમાં, વળી પર્વતમાં વ્યાવ્ર સિંહ સંગ જે; અડેલ આસન ને મનમાં નહિં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા યેન જે.'—એ “અપૂર્વ અવસરના અપૂર્વ કાવ્યમાં પોતે જ સંગીત કરેલું દેવદુર્લભ દિવ્ય દશ્ય સર્જાવી રહ્યા! અને ખરેખર! એક વખત તે આ સિદ્ધ ગી અડોલ અક્ષોભ પણે કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન હતા ત્યાં પાસેથી વાઘ શાંતિમાં ચાલ્યો ગયો, એવું દશ્ય ત્યાં સર્જાઈ પણ ગયું! આ પરમ અહિંસામૂર્તિ સિદ્ધ યોગીના સાન્નિધ્યમાં વાઘ જે હિંસ પ્રાણી પણ શાંત બની ગય! અને “દિલાતા તત્તષિ વેદના –અહિંસાની પ્રતિષ્ઠા થયે તેની સન્નિધિમાં વૈરનાશ હોય એ પાતંજલ ચગસુત્રને સત્યકાર કરાવતે જીવતે જાગતે જવલંત મહાપ્રસંગ આ કાળમાં આ ક્ષેત્રમાં બની ગયો ! આ હતે આ ઈડરના પહાડોને અને ગુફાઓને ગજાવતા આ સિદ્ધ યોગી ! આમ અઢી માસ ઈડર નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરી શ્રીમદ્ મહા વદમાં અમદાવાદ આવ્યા અને એકાદ દિવસ ત્યાં સ્થિતિ કરી. ઈડરમાં શ્રીમદની સાથે ટોકરશીભાઈ હતા તેમણે પિપટલાલભાઈને શ્રીમની ઈડરની ચર્ચા સંબંધી હકીકત કહી દેખાડી અને ઈડરના પહાડી જંગલમાં શ્રીમદ્ કાર્યોત્સર્ગલીન હતા ત્યારે વાઘ પાસેથી શાંતિમાં ચાલ્યો ગયે એ આશ્ચર્યકારક પ્રસંગ પણ કહી દેખાડો. પિોપટલાલભાઈ એક બે વાત
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy