________________
અધ્યાત્મ રાજચંદ્ર સૂત્ર આચરતા હતા અને વનમાં નિર્ણય વનરાજની જેમ પરમ નિર્ભયપણે એકાકી વિચરતા આ મહાન મુનિરાજ દેહ જાણે અવધૂત કર્યો હોય-ફગાવી દીધું હોય એવી દેહનિમમ વિદેહી પરમ અસંગ વીતરાગ અવધૂત નિગ્રંથ દશા અનુભવતા હતા. આમ વનમાં એકાકી ગંધહસ્તીની પેઠે વિચરતા આ અવધૂત યેગીન્દ્રની અપ્રમત્ત મુનિચર્યામાં ધાર તરવારની” કરતાં “દેહલી” “જિનની આત્મચારિત્રરૂપ કેવી અદ્ભુત “ચરણસેવા” દેખાઈ આવે છે. સમુદ્ર જેવી અક્ષેભ્ય સ્વરૂપમર્યાદામાં વર્તાતા–સૂર્ય સમા તેજસ્વી આત્મસ્વરૂપમાં પ્રતપતા આ પરમ તપોભૂત્તિ પરમ અસંગ મુનીન્દ્રની અપ્રમત્ત મુનિચર્યામાં મહામુનીદ્રદશાની કેવી અલૌકિક ચરણ ધારા દેખાઈ આવે છે !! આજે જ્યારે પ્રાયે ભાગ્યે જ કઈ આવી ઉગ્ર સાધના કરવાની હામ ભીડે, ત્યારે આ કાળમાં પણ આ અપ્રમત્ત રોગીન્દ શ્રીમદે આવું અદ્ભુત આત્મપરાક્રમ કરી દેખાડયું તે જ ખરેખર! પરમ આશ્ચર્યનું આશ્ચર્ય (wonder of wonders) છે !!! આ અવધૂત ચેગીન્દ્રના દિવ્ય આત્માના દર્પણ સમી આ હાથોંધ પણ આ અવધૂતની એવી જ ધ્યાનદશાની સાક્ષી બુલંદ નાદથી પોકારે છે –
આત્યંતર ભાન અવધૂત - વિદેહીવત્,
જિનકલ્પવત. સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત. નિજસ્વભાવના ભાન સહિત, અવધૂતવત્ વિદેહીંવત્ જિનકલ્પીવતું વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.'
આમ આ સાધુચરિત અપ્રમત્ત મુની–અવધત ગીન્ને વસે વનક્ષેત્રે પિતાની હાથનોંધમાં (૨–૧૧, ૧૨, ૨૩) આલેખેલી ગધારણ અત્ર ઉત્તરખંડા વનક્ષેત્રે અખંડપણે આચરીને ચરિતાર્થ કરી દેખાડી છેઃ અપ્રમત્ત ભેગીન્દ્રોના આત્મપરાક્રમનું સ્મરણ કરતાં અપ્રમત્ત આત્મયોગની સાધના કરી રહેલા આ અપ્રમત્ત ભેગીન્દ્ર તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ ધરી બાહ્યાભ્યતર ત્યાગ કર્યો હતો; આહારનો જય કર્યો હતો, આસનનો જય કર્યો હતો, નિદ્રાને ય કર્યો હતો, યોગનો જય કર્યો હતો, આરંભ પબિહવિરનિભાવ કર્યો હતો. બ્રહ્મચર્ય પ્રત્યે પ્રતિનિવાસ
* જિનકલ્પીની દશાના વર્ણનમાં પણ કેટલીક વાતો કઈ કઈ અંશે તેવી જ આવે છે. જેમકે— જીવનરેખા'માં સામાન્ય નોંધ આપી છે તેમ–એકાકી વિહાર કરે, સ્મશાનમાં પણ કાયોત્સર્ગ ધ્યાન ધરે, દેહનિરપેક્ષ હોય–તૃણઆદિ પણ આંખમાંથી કાઢે નહિ–પગમાં લાગેલ કાંટે પણ કાઢે નહિખજવાળે નહિં, આહાર-વિહાર–નવાર ત્રીજે પ્રહરે કરે, ત્રીને પ્રહર પૂરો થયો કે સાતે પ્રહર ત્યાં જ સ્થિરતા કરે—ઊભા રહે-કાઉસગ્ગ કરે, નિર્લેપ તુચ્છ નીરસ આહારાદિ કરે, અન્ય સાથે આલાપ -સંલાપ આદિ ન કરે, અપ્રતિબદ્ધ રહે—ઉપદેશનો પ્રતિબંધ પણ ન રાખે, કુતરા-સિંહ-હાથી આદિથી ભય પામી નાશે નહિં, રોગમાં પણ ચિકિત્સા ન કરાવે, પરમથુત હોય, સમુદ્ર પેઠે ગંભીર અડેલ અક્ષોભ્ય હાય, સૂર્ય પેઠે તેજસ્વી હોય.” ઇત્યાદિ.
–શ્રી મનસુખભાઇ કિરતચંદકૃત જીવનરેખા