________________
૩૧
ત્વરિત અભ્યાસ તેમણે ટુંક વખતમાં-દોઢથી બે વર્ષમાં તે વખતના સાત ઘોરણ શીઘ પૂરા કરી, ઝપા. ટાબંધ કૂદાવી જઈ–તે જ “પ્રથમ પુસ્તકને બોધ કર્યો હતે ! પિતે શિક્ષકના શિક્ષક બન્યા હતા! પુત્રાપામવંની જેમ થિરિજેરજામવં એના જેવી ઘટના બની ગઈ! તે જાણે આ બાલ ભવિષ્યમાં પણ ગુરુ બનવાનો છે એનું જાણે સૂચન કરતી હોયની! બીજાઓને જે સાત ધોરણ પૂરા કરતાં સાત સાત વર્ષ લાગતા, તે રમા બાલ મહાત્માએ લગભગ દોઢ વર્ષમાં કૂદાવી જઈ ત્વરિત અભ્યાસને વિકમ-અદ્યાપિ અત્રટ Unbroken record નોંધાવ્યો હતો. શ્રીમદે આટલી ત્વરાથી અભ્યાસ પૂરો કર્યો તેથી રખેને કઈ એમ ન સમજી ત્યે કે તેઓ અભ્યાસમાં બહુ મહેનતુ–અપ્રમાદી રહી આખો દિવસ “ભણ ભણ ને લખ લખ” કર્યા કરતા એવા સતત અભ્યાસરત (studious)હશે; પણ ખરી રીતે તો એનાથી ઉલટી જ સ્થિતિ હતી. બાલ રાયચંદ અભ્યાસમાં પ્રમાદી –આળસુ હતા. પાઠ તે શિક્ષક “વંચાવે તે જ વેળા વાંચી તેને ભાવાર્થ કહી જતા.” એટલે તે સામી પુનઃ દષ્ટિ કરવાની નહીં! એ વળી આ ત્વરિત અભ્યાસની બા.માં ઓર આશ્ચર્યકારક છે ! આ ઉપરથી શ્રીમદ્દન નવું નવું ગ્રહણ કરવાની ને ધારણ કરવાની શક્તિ કેવી અજબગજબ હશે તેને કંઈક ખ્યાલ આવે છે !
દુષ્કરદુષ્કરકારક તરિકે સુપ્રસિદ્ધ શ્રી સ્થલીભદ્રજીના ચરિત્રમાં તેમની ભગિનીઓના સંબંધમાં આને મળતું કાંઈ વર્ણન આવે છે. સ્થૂલભદ્રજીને સણા, વેણા, રેણા, ઈ. નામવાળી સાત બહેનો હતી. તેમાં તેઓની સ્મૃતિ બા.માં એમ હતું કે પ્રથમ સેણા કઈ વાત એક વાર સાંભળે તો યાદ રહી જાય, બીજી વેણુ બે વાર સાંભળે તો યાદ રહી જાય, ત્રીજી રેણુ ત્રણ વાર સાંભળે તે યાદ રહી જાય,-એમ અનુક્રમે સાતમી સાતમી વાર સાંભળે તો યાદ રહી જાય,-એ અધિકાર તે ચરિત્રમાં આવે છે. તેમ શ્રીમદ્જીને જન્મથી જ તથા પ્રકારની સહજ ક્ષપશમલબ્ધિ હોવાનું આ સૂચન છે. તેને એક પાઠી લબ્ધિ કહે છે. જેને તે લબ્ધિ પ્રાપ્ત હોય તેને એક વખત જતાં કે સાંભળતાં યાદ જ રહી જાય, આવડી જાય. શ્રીમદૂની અદ્દભુત અવધાનશકિતનું વર્ણન આગળ પર આવશે તે પરથી આ વસ્તુ ઓર આશ્ચર્યકારક પ્રતીત થશે. જ્ઞાન– ગંભીર શ્રીમદ્દ પૂર્વના પ્રબળ આરાધક ઉત્તમ ક્ષેપશમી પુરુષ હતા, તથાપિ ગંભીર તાથી તે વાત અત્યારસુધી બીજાઓને કળાવા દીધી ન હતી. એટલે માતા-પિતા તે પિતૃસહજ ભાવથી પોતાને પુત્ર ભણીગણી નિપુણ ને વ્યવહારકુશળ બને એ દષ્ટિથી તેના વ્યવહારશિક્ષણ અંગેનો પ્રબંધ કરવાની ઉલટ ધરાવે તે સહજ સ્વભાવિક છે.
પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એ ન્યાયે ખરેખર ! પૂર્વના અપૂર્વ સંસ્કારસંપન્ન શ્રીમદની બાલવયની અસાધારણ પ્રજ્ઞા એમના ભાવિ પ્રજ્ઞાપારમિતપણાની ગવાહી પૂરતી હતી! એમની અતિશયવંત સ્મૃતિ ભાવિ સ્મૃતિઅતિશયના વિશ્વવિખ્યાતપણાની આગાહી કરતી હતી!—આગળ જતાં તે જે સમૃતિ શ્રીમદે સ્વયં લાક્ષણિક રીતે ચંગમાં કહ્યું છે તેમ “ખ્યાતિ ભોગવવાથી કંઈક અપરાધી ” બનવાની હતી, તે સ્મૃતિ ત્યારે તે ખ્યાતિ નહીં ભોગવવાથી “નીરપરાધી” હોવાથી તે અપરાધનું (!) જાણે