________________
પ્રકરણ બાણુમું આત્મસિદ્ધિશાસ્ત્રનું સર્જન : આ અવનિનું અમૃત” પડ દરશન કેરે સાર જેમાં સમા, નવનીત શ્રુતઅબ્ધિ મંથી જેમાં જમા અનુભવરસગંગા પ્રાપ્ત જે સુપ્રસિદ્ધિ, અમૃત અવનિનું તે રાજની આત્મસિદ્ધિ.
- (સ્વરચિત). પરમ આત્મદષ્ટા શ્રીમદૂની પરમ અમર કૃતિઓમાં મૂર્ધન્યસ્થાને આ અવનિના અમૃત સમી એમની અમર કૃતિ આત્મસિદ્ધિ છે. છએ દર્શનને સાર જેમાં સમાવી દીધું છે, કૃતસમુદ્રનું મંથન કરી જેમાં પરમ તત્ત્વ-નવનીત જમાવી દીધું છે અને જે જગાવની અનુભવરસ જાહ્નવી–અનુભવરસગંગા છે, એવી આ આત્મસિદ્ધિ આ અવનિ પરનું અમૃત છે,–“અમૃત અવનિનું તે રાજની આત્મિસિદ્ધિ.” સદ્. શ્રી મનસુખભાઈ કિરતચંદે લાક્ષણિક રીતે “જીવન રેખા’માં કહ્યું છે તેમ આ આત્મસિદ્ધિ એ “કુંડામાં રત્ન” છે (જીવન રેખા” પૃ. ૭૪). તત્ત્વ-રત્ન મેળવવા માટે વિબુધને શ્રત-સાગરમંથન કરવું પડે છે, અને આ કુંડામાં રત્ન તે કોઈને પણ ઝટ હાથ લાગે એવું સર્વજનસુલભ અચિંત્ય ચિંતામણિરત્ન છે. સાક્ષાત આત્મસિધિધ જેણે સિદ્ધ કરી છે એવા મૂર્તિમાન આત્મસિદ્ધિ પુરુષે–આત્મા જેણે સાક્ષાત્ અનુભવસિદ્ધ કર્યો છે એવા સિદ્ધ આત્માએ આ આત્મસિદ્ધિનું સર્જન કર્યું છે, એટલે જ આ અનુપમ આત્મસિદ્ધિ કોઈ પણ સાચા આત્માથી મુમુક્ષુને સાક્ષાત્ આત્મસિદ્ધિ પમાડવા પરમ સમર્થ છે એટલે જ એમાં અક્ષરે અક્ષરે અનુભવની છાપવાળું આવું પરમ દેવત પ્રગટ અનુભવાય છે. અક્ષરે અક્ષરે પરમ અદ્દભુત શાસ્ત્રસંકલનાથી–અનુપમ તત્ત્વકળાથી ગૂંથેલું આ આત્મસિદિધ શાસ્ત્ર ખરેખર! આત્મસિદ્ધિકરાવનારૂં અનુપમ શાસ્ત્ર છે. સેંકડો વર્ષોના અભ્યાસી સેંકડો મહાપંડિતશિરોમણિઓ સર્વ સાથે મળીને પણ ગમે તેટલી તકે પ્રધાન જટિલ રચનાઓથી ગમે તેટલા મથી મથીને પણ જે તત્ત્વનિષ્કર્ષ ન આણી શકે, તે ઉંચામાં ઉંચે તત્વનિષ્કર્ષ આ સાદામાં સારી રીતે ઉંચામાં ઉંચું તત્ત્વ પ્રકાશતા માત્ર એક બેતાલીશ (૧૪૨) ગાથાના આત્મસિદ્ધિશાસ્ત્રમાં આસાનીથી સહજ-સચોટપણે સ્વયં આવે છે. એ જ પરમ અદૂભુતાદદ્ભુત પરમ આશ્ચર્ય છે! ગુરુચરણને “ઉપ–સમીપે “નિષદ્ ”—બેસી તત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થતી ઉપનિષદનું સ્મરણ કરાવે એવી, આ ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિ પ્રકાશતી આત્મસિદ્ધિ ખરેખર! આત્માની અનુપમ ઉપનિષદુ–આત્મપનિષદ છે; સર્વ દર્શનને સન્માન્ય એવી આત્માની અનન્ય ગીતા છે. પરમ બ્રહ્મવિદ્યાના પારને પામેલા પરંબ્રહ્મનિષ્ઠ શ્રીમદ્દ જેવા આર્ષદૃષ્ટા મહાકવિ-બ્રહ્માએ સર્જેલી આ આત્મસિદ્ધિ બ્રહ્મવિદ્યાને અર્ક (essence) છે; બ્રહ્મવિદ્યાના શબ્દબ્રહ્મને છેલ્લે શબ્દ એવી આ આત્મસિદ્ધિ અ૭૯