SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનની અલૌકિક પરમાથ વ્યાખ્યા પપ યથાસ્થિત-જેમ છે તેમ પરમાથના અજ્ઞ જીવા તેની વ્યાખ્યા કદાચ વિરાધવાળી કરતાં હાય પણ આ જ્ઞાન તે સાચાં જ છે અને તેના સભવ પણ પૂરેપૂરા જ છે,એમ આ મહાન્ આત્મદ્રષ્ટા સ્પષ્ટ ઉદ્દેષે છે— યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાના અજ્ઞ જીવા તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરાધવાળી હાય, પણ પરમાથે તે જ્ઞાનને સભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કહી હાય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવા આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મેાટાભેદ્ય હાય એમાં આશ્ચય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સદેહ થવા ચેાગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે સંદેહને અવકાશ નથી.’ આમ કેવળજ્ઞાનપયતના પાંચ જ્ઞાન માટે પેાતાના કેવા નિઃસ ંદેહ પરમ અદ્ભુત આત્મનિશ્ચય શ્રીમદ્દે અત્ર પ્રકાશ્યા છે ! હવે કેવળજ્ઞાનના સૂક્ષ્મતમ સ્વરૂપની મીમાંસા કરતાં પરમ મહામતિ શ્રીમદ્, એક સમયનું એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે તે સત્ય છે, એમ વચનટંકાર કરી, એ શાસ્ત્રવાર્તાનું અત્યારસુધીમાં પ્રાયે પૂવે ન પ્રકાશાયું હોય એવું અપૂર્વ તત્ત્તરહસ્ય પ્રકાશે છે— કાળના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે, રૂપી પદાર્થાંના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, અને અરૂપી પદાર્થાંના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિમળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે. સામાન્યપણે સંસારી જીવાના ઉપયાગ અસંખ્યાતસમયવૃત્તિ છે, તે ઉપયાગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં; જે તે ઉપયાગ એકસમયવર્તિ અને શુદ્ધ હાય તા તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયાગનું એકસમયવત્તિપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાક્રિયાગે ઉપયેાગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસ`ખ્યાતસમયવત્તિપણું ભજે છે; તે કષાયાદિના અભાવે એકસમયવત્તિપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યાગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જૂદા પાડવાનું સામર્થ્ય નહેાતું તે કષાયાદિને અભાવે એક સમય જૂદો પાડીને અવગાહે છે. ઉપયાગનું એકસમયવત્તિપણું કષાયરહિતપણું થયા પછી થાય છે. માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનના સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયેગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતા નથી, માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈ એ, અને જ્યાં અત્યંત કષાયના અભાવ હેાય ત્યાં કેવળજ્ઞાન હાય છે, માટે એ પ્રકારે કહ્યું કે એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશના જેને અનુભવ થાય તેને કેવળજ્ઞાન પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થ ને અર્થે આ એક સુગમ સાધનના જ્ઞાનીપુરુષે ઉપદેશ કર્યાં છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હાવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. વિચારમાં વત્તવાને અર્થે જ્ઞાનીપુરુષાએ અસંખ્યાત ચેાગ કહ્યા છે; તે મધ્યેના એક આ વિચારયેાગ ક્યો છે એમ સમજવા ચેાગ્ય છે.’ તાત્પર્ય કે–સમય, પરમાણુ, પ્રદેશ એ સૂક્ષ્મતમ ભાવાને એકસમયવતી નિષ્કષાય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy