SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ અધ્યાત્મ રાજચંદ્ર કરી છે, તે પછી પ્રજ્ઞાપારમિત શ્રીમદની અનુપમ પ્રજ્ઞાને માટે પૂછવું જ શું? આ બધા પ્રશ્ન શ્રીમદે પિતાના ઊહાપહાથે—ઊંડી તત્ત્વવિચારણાર્થે ઉપસ્થિત કર્યા છે, તે બધાય નિર્ણયાત્મક છે એમ માની લેવાની કઈ એ ભૂલ કરવાની નથી; પણ અત્રે પરમ આશ્ચર્યકારક તે એ જ જોવાનું છે કે આવા પ્રશ્નો પણ અત્યારસુધીમાં પ્રાય કેઈને કુર્યા પણ નથી ! શ્રીમદના હૃદયના દર્પણ સમી હાથોંધ પ્રત્યે દષ્ટિપાત કરતાં આ વસ્તુની પ્રતીતિ થશે. હાથધની આ સમગ્ર સૂચિ (Complete list, full index) અત્ર વિસ્તારભયથી આપી શકાય એમ નથી, તથાપિ સામાન્યપણે તેના આ અંકે પ્રત્યે સુજ્ઞ વાચકનું લક્ષ ખેંચીએ છીએ : હા. નં. ૧–૨૨, ૨૩, ૨૪, ૨૭, ૨૮, ૩૪, ૫૨, પ૩, ૫૬, ૬૦, ૬૨, ૬૩, ૬૪, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૩, હા. નં. ૨-૪, ૬, ૮, ૨૧, ૨૨, ૨૩; હા. નં. ૩–૧, ૪, ૫, ૬, ૨૪, ૨૭. ઈ. તેમાંથી કેઈકેઈને અત્રે યથાપ્રસંગે વિચાર કરશું; અને હાથોંધમાં તેમ જ કેટલાક પત્રમાં પણ દ્રવ્યાનુગ સંબંધી સૂક્ષ્મ વિચારણા કરી છે, તથા લોકસંસ્થાનાદિની આધ્યાત્મિક ઘટના અંગે શ્રીમદે અસાધારણ અસામાન્ય અલૌકિક મૌલિક વિચારણા કરી છે, તેને પણ પ્રાસંગિક નિર્દેશ કરશું. અત્રે અનેક ગૂઢ અને શ્રીમદે પ્રશ્રનાથે () ચિહ્નમાં મૂક્યા છે, તેને અર્થ એમને તે તે વિષયમાં સંશય-શંકા કે અનિશ્ચિતતા છે એમ નથી, પણ એ માત્ર એટલું જ સૂચવે છે કે શ્રીમદે આ પ્રશ્ન પિતાના આત્માની સમક્ષ સૂક્ષ્મ વિચારણાર્થો–મહામંથનાથે રાખ્યા છે, મૂક્યા છે, અને તે પણ તત્ત્વચકાસણી કરી તેને નિઃસંશય-નિઃશંક સુવિનિશ્ચય–આત્મવિનિશ્ચય થાય એ અર્થે, તે તે શાસ્ત્રીય પ્રશ્નોનું પરીક્ષાપ્રધાનપણે મંથન કરી તેને વાલેપ દઢ નિશ્ચય થાય એ અર્થે, તે તે શાસ્ત્રીય વસ્તુ સર્વથા અવિરોધપણે–સાંગે પાંગ સકલ અવિકલપણે કેવી રીતે સુપ્રતિષ્ઠાપિત થાય એ અર્થે. કઈ વિશ્વને કેયડે (Riddle of the Universe) ઉકેલવા મથે, તેના કરતાં અનંતગુણવિશિષ્ટ જટિલ ગહન કોયડા ઉકેલવાન મહાભગીરથે મહાપ્રયત્ન શ્રીમદે અત્ર કર્યો છે – તે પ્રત્યે દષ્ટિપાત કરતાં આ મહાત્માના મહાન આત્મસામર્થ્ય પ્રત્યે, એમના પ્રજ્ઞાતિશય પ્રત્યે, એમની તત્વમીમાંસા પ્રત્યે, એમની આત્મલક્ષી દૃષ્ટિ પ્રત્યે, સર્વ કેઈને પરમ બહુમાન ખુરે એમ છે. આમ તે તે પ્રશ્ન પરત્વે શ્રીમદે વિપુલ વિચાર કર્યો છે એમ આ પ્રશ્નસૂચિ સૂચવે છે, પણ તે અંગે તેમણે શે શો વિચાર કર્યો છે તત્વનિર્ણય કર્યો તેની વિગતવાર નેંધ (details) અત્ર નથી, તે તે તેમના હૃદયમાં જ રહેવા પામેલ છે; તથાપિ કેટલાક પ્રશ્નના તત્વનિર્ણયાત્મક મુદ્દાઓની (Points) નેધ તે અત્રે મળે જ છે. તેનું પણ આપણે અત્ર દર્શન કરશું. શ્રીમદે પિતાના ઊહાપહાથે કેવા પ્રશ્નને ઉપસ્થિત કર્યા છે તે પ્રથમ જોઈએ? મૂળ. લેક સંસ્થાન? ધર્મ અધર્મ અસ્તિકાયરૂપ દ્રવ્ય ? રવાભાવિક અભવ્યત્વ? અનાદિ અનંત સિદ્ધિ? અનાદિ અનંતનું જ્ઞાન શી રીતે ? આમા સંકોચે વિકાસે? સિદ્ધ ઊર્ધ્વગમન–ચેતન, ખંડવત્ શા માટે નહીં? કેવળજ્ઞાનમાં લેકાલેકનું જ્ઞાતૃત્વ શી રીતે?
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy