SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ પર અધ્યાત્મ રાજચંદ્ર નથી?.... (૩) આ ધમ તે શું ? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ? એ પ્રશ્નના ટકાત્કીણ ઉત્તર શ્રીમદ્ આપે છે—આય ધમની વ્યાખ્યા કરવામાં સૌ પેાતાના પક્ષને આ ધમ' કહેવા ઇચ્છે છે, જૈન જૈનને, બૌધ બૌધને, વેદાંતી વેદાંતને આ ધમ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાનીપુરુષા તા જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા જે આય (ઉત્તમ) માર્ગ તેને આ ધર્મ કહે છે, અને એમ જ ચેાગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન ત્યું છે તેથી સહસ્રગણુા આશયવાળુ જ્ઞાન શ્રી તી કરાદિ મહાત્માઓએ કહ્યુ છે એમ મારા અનુભવમાં આવે છે. ×× ઘણા કાળ પહેલાં વેદ થયા સભવે છે. પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અથ પ્રમાણે તે સૌ શાસ્ત્ર અનાદિ છે.’.... (૪) ઉત્તમધમ ખા. ના પ્રશ્નના શ્રીમદ્ ઉત્તર આપે છે—પ્રમાણથી જ ઉત્તમ, અનુત્તમ જણાય છે. જે ધમ સંસાર પરિક્ષીણુ કરવામાંસથી ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બલવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે.’ (૫) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? ×× એ સાક્ષાત્ ઈશ્વર હતા કે તેના અંશ હતા ? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્ પ્રકાશે છે— બન્ને મહાત્મા પુરુષ હતા એવેા તા મને પણ નિશ્ચય છે. આત્મા હેાવાથી તેઓ ઈશ્વર હતા. સવ આવરણુ તેમને મળ્યાં હાય તો તેના મેાક્ષ પણ સથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરના અંશ કાઇ જીવ છે એમ મને લાગતું નથી. કેમકે તેને વિરાધ આપતાં એવાં હજારા પ્રમાણ દૃષ્ટિમાં આવે છે.'.... (૬) મને સપ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવા કે મારી નાખવા ? તેને બીજી રીતે કરવાની મારામાં શક્તિ ન હાય એમ ધારીએ છીએ,' એ છેવટના પ્રશ્નના શ્રીમના ઉત્તર તા એટલેા બધા અદ્દભુત છે કે તે અત્ર પૂરેપૂરા અવતારવાની લાલચ રોકી શકાતી નથી— સર્પ તમારે કરવા દેવા એવું કામ બતાવતાં વિચારમાં પડાય એવુ છે, તથાપિ જો તમે દેહુ અનિત્ય છે એમ જાણ્યુ હેાય તેા પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સતે તમારે મારવા કેમ જોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું તેણે તે ત્યાં પાતાના દેહને જતા કરવા એજ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હેાય તેણે કેમ કરવુ ? તેા તેના ઉત્તર એ જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારવા એવા ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાવૃત્તિ હોય તેા મારવાના ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વપ્ન પણ ન હેાય એ જ ઇચ્છા ચાગ્ય છે.' —ખરેખર !આ છેવટના પ્રશ્નના ઉત્તરમાં તે પરમ નિષ્કારણકરુણારસસાગર પમ કૃપાળુ પરમ અહિંસક શ્રીસદે કોઈ અલૌકિક આત્મપરિણત પુરુષ જ આપી શકે એવા—ગમે તેવા હિંસાવાદીને નિરુત્તર કરી મૂકે એવા ઉત્તર આપી પરમા વિચક્ષણતાની પરાકાષ્ઠા જ દાખવી છે! આવા છે આ શ્રીમા ગાંધીજીને અને જગા કાઈ પણ જીવને અપુ મા દન આપનારા આ અલૌકિક અમૃતપત્ર! શ્રીમદ્ ૧૯૫૧ના ફા. વદ ૫ ના દિને લખેલા બીજા એક પત્રમાં (અ. ૫૭૦) પણુ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy