________________
સ્પદને અમૃતપત્ર
૫૩૯ અનુભવસિદ્ધ વચનથી આ પ્રસ્તુત ષપદની પરમ પ્રમાણુતા પ્રકાશનું પ્રારંભ પ્રવચન પ્રકાશી આ ષટપદની ભવ્ય રજુઆત કરી છે, તેને સાર સંક્ષેપ
પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. * * સ્વપરપ્રકાશક એવી ચિતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હેવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવત્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કઈ પણ સગો અનુભવયેગ્ય થતા નથી. x x ત્રીજુ પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ કિયાસંપન્ન છે. x x આત્મા પણ ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાનું વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. ચોથું પદ આત્મા જોતા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેળવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. ૪૪ તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવાયેગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. પાંચમું પદઃ એક્ષપદ છે. ૪૪પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાયેગ્ય દેખાય છે. ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા ગ્ય હેવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. છéપદઃ તે મેશને ઉપાય છે. ૪૪ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ એક્ષપદના ઉપાય છે.”
આવા આ છ પદને ઉપન્યાસ કરી પરમ ભાવિતાત્મા શ્રીમદ્ આ વર્ષની મુક્તક કે પ્રસ્તુતિ કરતાં તેને મહિમાતિશય પ્રકાશે છે–“શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ. દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જર્ણવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણુ થવા એગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણવા ચોગ્ય છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા ગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે.–શ્રીમદ્દ અત્ર પુનઃ ઉદ્ઘાણે છે કે આ છ પદ સમ્યગદર્શનના મુખ્ય નિવાસસૂત–રહેવાના ઠેકાણારૂપ છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. કારણકે જેમ છે તેમ આત્માનું સ્વરૂપ સમ્યક્રપણે જાણવું તે સમ્યગદર્શન છે, આ છ પદથી આત્માનું સમ્યક્ સ્વરૂપ સઋજાય છે,–આત્મા, તેનું નિત્યપણું, કર્તાપણું, ભક્તાપણું, મુક્તપણું, મુક્તઉપાયપણું જણાય છે, આત્મા--અનાત્માને વિવેક થાય છે,