________________
શ્રીમદૂની અદ્દભુત ઉદાસીનતા
૩૯ી જે ઉપયોગ-સાવધાની ન રાખી ને જરાક પણ ચૂક્યા તે ડૂમ્યા કે ડૂબશે એમ ગળકા ખાતાં ખાતાં પણ પુનઃ પુનઃ ઉપયોગસાવધાની રાખતાં રાખતાં શ્રીમદ જેવો પરમ સમર્થ પુરુષ પણ આ સંસારસમુદ્ર “માંડ –કેમે કરીને હાથમા તરી શકે છે. એટલે જેમ તે સમર્થ તારુને વિષમ સંજોગોમાં તરવા માટે બહુ શરીરબળ વાપરતાં પસીને છૂટી જાય છે, તેમ શ્રીમદ્દ જેવા પરમ સમર્થ સંસાર–તરવૈયા પુરુષને પણ આવા વિષમ સંજોગો મળે આ સંસારસમુદ્ર તરવા માટે અસાધારણ આત્મબળ વાપરતાં અસાધારણ પરિશ્રમને લીધે સમયે સમયે “અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે–ખૂબ પસીને છૂટયા કરે છે. અને જેમ પસીને પસીને થઈ જતા તે તારુને ઉત્તાપ ઉપજી જલ પીવાની તૃષા ઉપજે છે, તેમ સમયે સમયે ઉપગનું અનુસંધાન કરવાને મહાપરિશ્રમરૂપ અપૂર્વ આત્મપુરુષાર્થ કરતાં પસીને પસીને થઈ જતા શ્રીમદ્દ જેવા પરમ અસંગ પુરુષને પણ અગ્નિજવાલા જે સંસારને “ઉતાપ”—ઉત્કટ તાપ ઉપજે છે, અને તેના શમનાથે સત્સંગરૂપ જલના પાનની તીવ્ર તૃષા “અત્યંતપણે રહ્યા કરે છે અને આ પરમ શાંતિરૂપ નિરંતર સત્સંગ-જળની તીવ્ર તરસ છતાં તે નથી મળતું એ જ દુઃખ લાગ્યા કરે છે. આમ સત્સંગને ઝંખતા ને અસંગને ઝંખતા પરમ ઉદાસીન શ્રીમદ સમયે સમયે આત્મજાગૃતિ રાખતાં આ વ્યવહારાદિ વિષમ વિદને મધ્યે આ સંસારસમુદ્ર તરવા માંડ સમર્થ બન્યા; છતાં મહદ્ આશ્ચર્ય છે કે આ મહાવિનકર્તા વ્યવહાર પ્રત્યે આ પરમ સમભાવી શ્રીમદને લેશ પણ દ્વેષભાવ નથી, સમભાવ જ છે, એટલું જ નહિં પણ “આત્મા તેને વિષે જાણે કંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે એ પરમ આશ્ચર્ય કારક અકતૃત્વભાવ જ છે! વિષમ વ્યવહારમાં પણ અવિષમ શ્રીમદની કેવી અદભૂત સમતા! કેવી અદ્ભુત ઉદાસીનતા! કેવી અદ્ભુત અકર્તતા! “ગરમપ્રવૃત્તાવતિલાલ પvg પિતiધન્વ–આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક અને પરપ્રવૃત્તિમાં હેરા–આંધળા ને મૂંગા એવા આત્મમગ્ન શ્રીમદ્દ જેવા સમર્થ તારુ ઉદાસીન રહી–વિશ્વની ઉપર તરતા ને તરતા જ રહી પરમ આત્માનંદ જ માણ ગયા છે; “વિશ્વની ઉપર તે તે તરે છે કે જે સ્વયં સતત જ્ઞાન થતા-જ્ઞાનભાવે પરિણમતા કમ કરતા નથી ને કદી પ્રમાદને વશ જતા નથી”—એ અમૃતચંદ્રાચાર્યનાઝ અમૃત કળશવચનને ચરિતાર્થ કરી અનુભવમાં આણુ ગયા છે. ખરેખર! પાણી તે તેનું તે છે, તરતાં આવડતું હોય તે આનંદ માણે છે, ન આવડતું હોય તે ડૂબી જઈ દુઃખ આણે છે. બીજા જેમાં ડૂબી મરે છે એવા સંસાર–જલની ઉપર ને ઉપર ઉદાસીન રહી-તરતા રહી તરવાને આનંદ માણનારા સમતાવંત શ્રીમની કેવી ઉદાસીનતા!
આમ ઉદાસીનતાના બીજા સમતા અર્થમાં શ્રીમદ્દની ઉદાસીનતાને વિચાર કર્યો. હવે હાનાદાનપરિણામ રહિત–લેવાદેવાના પરિણામરહિત ઉપેક્ષાભાવના અર્થમાં
" विश्वस्योपरि ते तरति सततं ज्ञानं भवंतः स्वयं, ये कुर्वति न कर्म जातु न वशं यांति प्रमादस्य च।"
– શ્રી અમૃતચંદ્રાચાર્યત સમયસારકળશ ૩૧૧,