SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાઠમું પ્રારબ્ધોદયજનિત વ્યવહારે પાધિ ત્યાં આવ્યું રે ઉદય કારમે, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસેલિયે, વધે ન ઘટે એક પંચ રે....ધન્ય રે.શ્રીમદ્ રાજચંદ્ર આવી તરવારની ધાર કરતાં પણ વિકટ અદ્દભુત વિદેહી દશા–અને તે પણ વ્યવહારઉપાધિ મધ્યે-ધારી રાખવા શ્રીમદ સમર્થ થયા, તે તેમનું અસાધારણ આત્મપરાક્રમ દાખવે છે. ધાર તરવારની સેહલી દેહલી ચૌદમા જિન ત ચરણ સેવા.' આ વ્યવહારઉપાધિ કાંઈ શ્રીમદની કોઈ પણ સાંસારિક ઈચ્છાના કારણે હતી-ઈચછાજનિત ન્હોતી, પણ તેવા પ્રકારના પૂર્વોપાર્જિત પ્રારબ્ધદયના જ કારણે હતી- પ્રારબ્ધદયજનિત હતી, એ સિદ્ધ હકીકત છે. એ વસ્તુસ્થિતિનો એમના પત્રોના જ આધારે (Documentary evidence) આ પ્રકરણમાં વિચાર કરશું. ૧૯૪૭માં શુદ્ધ સમકિત પ્રકાશ્ય–“ઓગણીસસેં ને સુળતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે.” ત્યારથી શ્રીમદની આત્મદશા અત્યંત અત્યંત સંવેગથી–ભલભલા સંવેગી સંત મહાત્માઓને પણ કલ્પનામાં ન આવે એવા તીવ્ર વેગથી ઉત્તરોત્તર કેવી વધતી ગઈ, તેનું દર્શન આપણે આગલા પ્રકરણોમાં કર્યું. આત્મકળાની સોળે કળાએ પૂર્ણ રાજચંદ્ર નિર્વિકલપ સમાધિના પંદર અંશે કેમ પહોંચી ગયા, મુક્તપ્રાય એવી પ્રાય જીવન્મુક્તદશા કેમ પામી ગયા, પૂર્ણતામાં કંઈક ઊણતાવાળી કેવલ એક શુદ્ધ આત્માનુભવદશા કેમ સ્પર્શી ગયા, પરાભક્તિની પરાકાષ્ઠાના પ્રાયે પ્રાન્ય પ્રદેશોમાં કેમ રમવા લાગ્યા, સસ્વરૂપ પુરાણપુરુષથી અભેદ સાક્ષાત્ સપુરુષ કેમ બની ગયા, અને વ્યવહારઉપાધિ મળે પણ દેહ છતાં દેહાતીત અદ્ભૂત વિદેહી દશા કેમ અનુભવવા લાગ્યા,એ શ્રીમદની ઉત્તરોત્તર વધતી જતી અલૌકિક આત્મદશા પ્રત્યે–“શ્રત અનુભવ વધતી દશા પ્રત્યે આપણે કેટલાક દષ્ટિપાત કર્યા. એક બાજુથી તરુમાં–અધ્યાત્મદિશામાં શ્રીમદની આમ આ “વધતી દશા” હતી, ત્યાં બીજી બાજુથી મ્હારમાં–બાહ્ય દિશામાં વ્યવહારો પાધિની માત્રા પણ “વધતી દશામાં હતી; જેમ જેમ અંતમાં આ અધ્યાત્મદશા વધતી જતી હતી, તેમ તેમ બહારમાં આ પરિગ્રહકાર્ય પ્રપંચરૂપ વ્યવહાપાધિ વધતી જતી હતી, એમ એ બન્ને વચ્ચે જાણે હોડ (Race, શરત) ચાલી રહી હતી ! મહાસત્ત્વ બોધિસત્વ રાજચંદ્રના સત્વની જાણે કસોટી કરવા આવી હાયની–અગ્નિપરીક્ષા કરવા આવી હેયની એમ તે વ્યવહારપાલ મહાવિદેહી રાજચંદ્રને પડકારતી હતી ! તું ગમે તેટલી ઉંચી નીચી થાય પણ હું હારી આત્મસમાધિને ઉની આંચ નહિં આવવા દઉં એમ મહાવીર પુરુષની જેમ તે પડકારને ઝીલી લેતા રાજચંદ્ર જેમ જેમ તેને હડસેલવા પ્રયત્ન કરતા હતા ધક્કા મારીને કાઢી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy