SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની દેહ છતાં દેહાતીત વિદેહી દશા ૩૭ ભાઈ પરના પત્રમાં પણ (અં. ૩૨૧–૧૯૪૮ માહ વદ ૨) લખે છે-“અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ, માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણુ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા ગ્ય નથી. એવી તીવ્ર દશા આવ્યે અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે, અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવના-(ગૃહસ્થપણું સહિતની)–તે અખંધપરિણામી કહેવા યોગ્ય છે. જે બેધસ્વરૂપને વિષે સ્થિત છે તે એમ કઠિનતાથી વતી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કેઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડેલાયમાન થાય તેમ થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણુતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.” પણ મહાવિદેહી શ્રીમદ્દની દશા તો આ જનકવિદેહી કરતાં પણ ઓર બળવાન હતી, કારણ કે તેમને તે તેવી દશા સહજ સ્વભાવસિદ્ધ થઈ હતી, અને પિતે આ જન્મમાં “સ્વયંસંબુદ્ધ' પરમ સમર્થ હાઈ કઈ ગુરુનું અવલંબન લેવું પડયું ન હતું. આવા પરમ સમર્થ છતાં–મહામુનીશ્વરોને પણ દુર્લભ એવી મહાવિદેહી દશા ગૃહાવાસમાં પણ રાખવાને પરમ સમર્થ છતાં, શ્રીમને જનકવિદેહીના દાખલાનું અવલંબન લઈ કદી પણ સ્વનાંતરે પણ સમયમાત્ર પણ પરમાણુમાત્ર પણ સંસારવ્યવહારમાં રહેવાની ઈચ્છા નથી થઈ, એટલું જ નહિં પણ જેમ બને તેમ ત્વરાથી આ ઉપાધિરૂપ વ્યવહારપ્રપંચમાંથી નિવૃત્ત થઈ પરમ ત્યાગની જ નિરંતર અજપાજાપ ભજના રહી છે. તે તેમના પત્રો પ્રત્યે દષ્ટિપાત કરતાં કેઈ પણ સુજ્ઞ વિવેકીને શીઘ જણાઈ આવે એમ છે. જેમકે-શ્રીમદ્ ૧૯૫૧ ફા. વદ ૩ ના દિને સૌભાગ્ય પરના પત્રમાં (અં.પ૬૯) લખે છે–જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે કયારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છેડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તે અશ્રેય થશે, એ ભય જીવના ઉપગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. ૪૪ નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. ઈત્યાદિ. આ પરથી સ્વયં સમજાય છે કે શ્રીમદને આદર્શ જનકવિદેહી નથી, જિન ભગવાન્વીતરાગ મહાવીર છે, અને તે મહતુ પુરુષ મહાવીરના મહા નિગ્રંથ વીતરાગ પંથે વિચરવાના નિરંતર અભિલાષી શ્રીમદ્દ તે “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે, એ જ ગષણ એ જ રટણું કરી રહ્યા છે. યદ્યપિ હાલ તત્કાલ ઉદયાધીન પ્રતિબંધક કારણેને લઈ બાહ્યથી તેમ બની શકયું નથી, પણ અત્યારે પણ અંતરંગથી તે શ્રીમદ્દ તે નિગ્રંથના માગને પૂરેપૂરા અનુસરી રહ્યા જ છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy