SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ અધ્યાત્મ રાજચંદ્ર એમ લખી શ્રીમદ્ માર્મિકપણે લખે છે –“સાકર નું શ્રીફળ બધાએ વખાણું માર્યું છે, પરંતુ અહીં તે અમૃતની સડી નાળીયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે? નાપસંદ પણ કરાય નહીં.” આ ઘણું ઊંડા આશયવાળા વચનને મર્મ એ છે કે, અમે સ્યાદ્વાદશૈલીએ ઉપરોક્ત વચન ઘટાવી આપવાની માથાકૂટ કરી તે પણ માત્ર વાક્યસિદ્ધિરૂપ છે, અને ખરી તે વસ્તુસિદ્ધિ કરવાની છે. આ વાચાજ્ઞાનરૂપ વાક્યસિદ્ધિ તો માત્ર “સાકરના શ્રીફળ જેવી છે અને તે સાકરનું શ્રીફળ બધાએ વખાણ માયું છે; પણ “અહીં તો-સાક્ષાત્ અનુભવજ્ઞાનરૂપ વસ્તુસિદ્ધિ પામેલા અમારી પાસે તે “અમૃતની સચોડી નાળિયેરી છે. વ્યવહારમાં વિવાહાદિ પ્રસંગે અપાતું “સાકરનું શ્રીફળ” તો એક હોય, પણ નાળિયેરીમાં તે શ્રીફળની અનેક લુંબ ને લુંબ હોય, તેની પાસમાં તે સાકરનું શ્રીફળ શું હિસાબમાં? તેમ અત્રેઅમારા જેવા આત્માનુભવામૃતને અનુભવનારા પાસે તો અમૃતની “સાડી?—આખી ને આખી નાળિયેરી છે, અનેક લુંબ ને લુંબ હોય એવી નાળિયેરી–અને તે પણ અમૃતની નાળિયેરી–છે, તો પછી તેની પાસમાં તે વાચાજ્ઞાનરૂપ સાકરનું શ્રીફળ શું વિસાતમાં? અત્રે તે સાક્ષાત્ “અમૃતને” –મોક્ષને-જીવન્મુક્તદશારૂપ જીવતાં મોક્ષને પ્રત્યક્ષ અનુભવ છે, “ત્યાં આ’–પક્ષ વાણજાલરૂપ શબ્દની માથાકૂટ “કયાંથી પસંદ આવે? નાપસંદ પણ કરાય નહીં.” પરમઅમૃતમય જીવન્મુક્તદશાના મુક્ત આનંદની અદ્ભુત ખુમારી અનુભવી રહેલા શ્રીમદૂના આ વેધક વચનમાં કે અલૌકિક ગૂઢાર્થ ભર્યો છે! પ્રકરણ છપ્પનમું કેવલ શુદ્ધાત્માનુભવદશા શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસરે”–શ્રી આનંદઘનજી શ્રીમદ આવી પરમ અમૃતાનુભવરૂપ જીવન્મુક્તદશાને અનુભવ કરવા સમર્થ થયા તેનું રહસ્યકારણ તેમની કેવલ શુદ્ધસ્વરૂપસ્થિતિરૂપ–સ્વરૂપ પ્રતિષ્ઠાનરૂપ કેવળ શુદ્ધઆત્માનુભવ દશા છે. કેવલ એક શુદ્ધ આત્માનું અનુભવન કરતા શ્રીમદે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે” એ તેમના મહામંત્રરૂપ આત્મભાવના એટલી બધી આત્યંતિક ભાવન કરી હતી કે તેવી તથારૂપ જીવન્મુક્ત કેવળ શુદ્ધાત્માનુભવદશા તેમને સહજ સ્વભાવભૂત બની ગઈ જ્યાં કેવલ એક શુદ્ધ આત્માને અખંડ અનુભવ વતે છે એવી આ સ્વરૂપ પ્રતિષ્ઠાનરૂપ કેવલ શુદ્ધાત્માનુભવ દશાના પરમાનંદની શ્રીમદૂની અદ્ભુત ખુમારીનું–અલૌકિક મસ્તીનું દર્શન તેમના સૌભાગ્ય પરના આ પત્રમાં (અ. ૧૮૭) થાય છે: અપૂર્વ આત્મસમાધિમાં લીનપણે જીવન્મુક્ત કેવલશુદ્ધાત્મદશા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy