SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ અધ્યાત્મ રાજચંદ્ર તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકા રૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે. અર્થાત્ આપ એક તેવા સજજન–સપુરુષ છે અને જેમ તમને તેમ અમને પણ આપના દર્શનસમાગમથી તે લાભ થયો છે, એમ અત્ર માર્મિકપણે સૂચવી શ્રીમદ્દ લખે છે-આપે મારા સમાગમથી થયેલે આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્ય; તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. આ પત્ર સૂચવે છે કે શ્રીમદ્દના સત્સમાગમથી સૌભાગ્યભાઈને લાભ થયો હતો, તેમ સૌભાગ્યભાઈના સત્સમાગમથી શ્રીમદને લાભ થયો હતો, અને બન્નેને પરસ્પર સમાગમથી આનંદ અને વિયેગથી “અનાનંદ (આનંદઅભાવ) થયા હતા. અત્રે પત્રઅંતે શ્રીમદ્ પિતાના આ પરમાર્થ સુહુદ્ર પરમાર્થ રંગી સૌભાગ્ય પ્રત્યે પોતાના અંતઃકરણની સહજ ભાવઊમિ દર્શાવે છે–પરમાર્થરૂપ થવું અને બીજા અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તે એગ હજુ વિયેગમાં છે.” અર્થાત તે એગ હાલ ઉપાધિજન્ય સંગને લીધે બનવા પામે એમ નથી. અત્રે પરમાર્થે લક્ષી શ્રીમદે પોતે પરમાર્થરૂપ થવાનું અને બીજા અનેક મુમુક્ષુઓને પરમાર્થ સાધનામાં સહાયક થવાનું પોતાનું પરમ ઉદાત્ત જીવન ધ્યેય આ અંતર્ ઊર્મિમાં માર્મિકપણે વ્યક્ત કર્યું છે. છેવટ લખે છે-“ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણું લક્ષ રહ્યું નથી,” સૌભાગ્યભાઈએ જ્યોતિષજ્ઞાન બા. કંઈ પૂછયું હશે, પણ પરમાર્થનિષ્ઠ આત્મનિમગ્ન શ્રીમદે તે વાત પર હમણુ લક્ષ રહ્યું નથી” એ માર્મિક શબ્દોમાં પોતાની વર્તમાન આત્મદશા સૂચવી દીધી છે. આ સૌભાગ્યભાઈનો પરમ મંગલમૂતિ શ્રીમદ્દ સાથેના પરમ ધન્ય સમાગમને મંગલ પ્રારંભ સં. ૧૯૪૬ના પ્રથમ ભાદ્રપદ વદ રને દિને થયે. જેતપરમાં વદ ર થી ૮ સમાગમલાભ પછી, મોરબીમાં દ્વિતીય ભા. વદ રથી ૬ સુધી, પછી સૌભાગ્યભાઈ અંજાર જતાં અને વળતાં વવાણીઆમાં હિં. ભા. વદ ૭થી ૮ અને આશે શુદ ૪થી ૬ સુધી, પછી સૌભાગ્યભાઈ શ્રીમદને પિતાની સાથે સાયલા તેડી ગયા ત્યારે આ વદ ૧ થી ૧૦ સુધી, એમ સં. ૧૯૪૬ના અંતભાગમાં સૌભાગ્યભાઈને શ્રીમદ્દ સાથે પ્રારંભિક સમાગમ બને. આમ પ્રારંભમાં જ માત્ર ૨-રા માસના ગાળામાં લગભગ એક મહિનાને શ્રીમદને સમાગમલાભ સૌભાગ્યભાઈને મળ્યા. અને તેઓ શ્રીમદના હૃદયની અત્યંત નિકટ આવી જઈ શ્રીમદના નિકટતમ હૃદયરૂપ સુહદ્દ બની ગયા. અને પછી તે આ પરમાર્થ સંબંધ ઉ ત્તર ગાઢ બનતો ગયે. એટલે ૧૯૪૭ માં પર્યુષણ સમયે રાળજ-વડવા આદિ સ્થળે, ૧૯૪૮ માં વવાણીઆમાં, ૧૯૪૯માં થોડે વખત મુંબઈમાં અને પર્યુષણ સમયે નિવૃત્તિક્ષેત્રે, ૧૯૫૦ માં થોડો વખત મુંબઈમાં, ૧૯૫૧માં વવાણી માં તથા સાયલા-રાણપુર–હડમતાલા-વડવા-ખંભાત આદિ સ્થળે, ૧૫ર માં ૨-રા માસ કાવિઠા–રાળજ-વડવા-ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રે, ૧૯૫૩ માં વૈશાખ માસમાં * આની વિગતવાર તારવણી “જીવનરેખાના પરિશિષ્ઠમાં પૂ. ૧૮૧ થી ૧૮૩ મનસુખભાઈ કિરતચંદે ઘણું પરિશ્રમપૂર્વક તૈયાર કરીને આપેલી છે. --
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy