________________
૨૬૬
અધ્યાત્મ રાજચંદ્ર સમાગમ કેવી રીતે ક્યારે કે કેટલો થવા પામ્યું, તે તે મહાનુભાવોના જીવન પર શ્રીમદ્દની શી છાપ–શી અસર પડી, શ્રીમદ્દની ભક્તિ-પ્રભાવના અંગે એઓએ શો ફાળો આપે, એ આદિ સવિસ્તર પરિચય તે તે વ્યક્તિવિશેષ અને શ્રીમદ્દ અંગેના ખાસ પ્રકરણમાં યથાસ્થાને આપવામાં આવશે. અત્રે તો એટલે સામાન્ય નિર્દેશ જ પર્યાપ્ત છે કે આ પ્રત્યેક મહાનુભાવે યથાશક્તિ યથાભક્તિ પોતપોતાની રીતિ પ્રમાણે જગમાં શ્રીમને પ્રભાવ વિસ્તારવામાં–પ્રભાવના કરવામાં પોતપોતાને ફાળો આપે છે, પોતપોતાની ભૂમિકાને ગ્ય પિતાપિતાને ભાગ ભજવ્યો છે.
આ સર્વ મુમુક્ષુઓમાં મૂર્ધન્યસ્થાને તે પૂ. શ્રી સૌભાગ્યભાઈ જ બિરાજમાન છે; એમનું સ્થાન તે બીજા બધાય મુમુક્ષુઓ કરતાં જુદું જ છે–અનેરું જ છે, પરમ વિશિષ્ટ જ છે, કારણ કે એ શ્રીમના મહત્તમ શિષ્ય તે ખરા જ, પણ સાથે સાથે શ્રીમદના હૃદયજ્ઞ પરમ પરમાર્થ સદુપરમ પરમાર્થસખા હતા. અને આ સૌભાગ્યભાઈના મિત્ર ડુંગરશીભાઈ ગોશનીઆ શ્રીમદ્દના હૃદયને કંઈક અંશે જાણનારા હૃદયજ્ઞ હતા. અને શ્રીમદના પટ્ટશિષ્યના સ્થાને પ્રથમ તે શ્રીમદ્દ પ્રથમ સત્સંગી મહામુમુક્ષુ જૂઠાભાઈ બિરાજમાન હતા, પણ દુર્ભાગ્યે માત્ર ત્રેવીસ વર્ષની યુવાન વયે સં. ૧૯૪૬માં તેમને દેહાંત થતાં, તેવા જ બીજા મહામુમુક્ષુ અંબાલાલભાઈ એ તે સ્થાન શોભાવ્યું. આ જૂઠાભાઈ અને અંબાલાલભાઈ જે શ્રીમદૂના પટ્ટશિષ્ય હતા, તે એમના માનીતા પ્રિય શિષ્ય (Pet student) હતા શ્રી. મનસુખભાઈ કિરતચંદ મહેતા-જેમને શ્રીમદે પિતાના મોક્ષમાળા ગ્રંથમાં શબ્દાંતર-વાયાંતર કરવા સુધીને અખત્યાર આપ્યો હતો. અને જેને શ્રીમદ્જી પ્રેમથી “શુકદેવજી” કહેતા તે પિોપટલાલભાઈ મહેકમચંદ અને સવકસેટીમાં પાર ઉતરનારા ન્યાયાધીશ ધારશીભાઈ પણ શ્રીમના તેવા જ પ્રેમપાત્ર શિષ્ય હતા. તેમ જ–ઋજુમૂર્તિ લલ્લુછમુનિ તથા પ્રજ્ઞાવંત દેવકરણછ મુનિ પણ શ્રીમદ્દના વિશિષ્ટ શિષ્યોમાં હતાં. પ્રખર વેદાંતી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પણ પ્રારંભના વર્ષોમાં શ્રીમદ્દ થોડે ઘણે સત્સંગ લાભ પામ્યા હતા. અને આ શ્રીમદ્દન જેવી પરમ વિભૂતિને ચરણે જેણે અહિંસાસત્યને મંત્રપાઠ લીધે હતે–અહિંસા–સત્યનું અમૃતપાન કર્યું હતું, તે મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ્દને સત્સંગલાભ પામી શ્રીમદ્દના કેવા પરમ ગુણાનુરાગી થયા હતા તે તે ઈતિહાસપ્રસિદ્ધ હકીકત છે. આમ પિતપતાની કક્ષા પ્રમાણે યથા
ગ્ય યોગ્યતા પ્રમાણે આ મહાનુભાવોની આ વિશિષ્ટ મંડલી જ્ઞાનભાસ્કર શ્રીમદને યથાભક્તિ ઉપાસતી હતી, અને યથાશક્તિ યથા વ્યક્તિ યથાગ્ય આત્મલાભ ઊઠાવતી હતી.
આ વિશિષ્ટ મુમુક્ષુ મંડલી ઉપરાંત બીજી પણ વિશિષ્ટ મુમુક્ષુમંડલી હતી, તે પણ શ્રીમદ જેવા મહાતેજેનિધિ જ્ઞાન–ભાસ્કરની ભક્તિથી ઉપાસના કરી આ તેજેનિધિ પાસેથી તેજ કિરણની કણિકા પામી જીવનને ધન્ય બનાવતી હતી. આ મુમુક્ષુમંડળીમાં– ખીમજી દેવજી, ત્રિલેવન માણેકચંદ, છોટાલાલ માણેકચંદ, નવલચંદ ડોસાભાઈ વનમાલીભાઇ, કેશવલાલ નથુભાઈ કુંવરજી મગનલાલ, મુખલાલ