SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ અધ્યાત્મ રાજચંદ્ર જોઈએ, એટલે જ અત્રે શ્રીમદે પ્રથમ માગ્યું કે “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” એ સ્વભાવવૃત્તિની સ્થિરતા થવા માટે “શૂન્ય”—વિકલ્પશૂન્ય થવું જોઈએ, નિર્વિકલ્પ દશા પામવી જોઈએ એટલે જ માગ્યું કે “અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું,' તેમ ન હોય તે શૂન્ય-વિકપશૂન્ય થવા-નિર્વિકલ્પ દશા પામવા સંતસમાગમરૂપ અત્યંત બળવાનું સાધન જોઈએ, એટલે જ માગ્યું કે તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું' અથવા તેમ થવા સંતવિરહ સત્સંગરૂપ બળવાનું સાધન જોઈએ, એટલે જ માગ્યું કે તે ન હોય તો અમુક કાળસુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું;” અથવા તેમ થવા સંતવિરહ-સત્સંગ વિરહ ઉત્તમ આર્ય પુરુષોએ આચરેલું આચરણ આચરવું જોઈએ–આત્માને જાણી શ્રદ્ધી આત્મામાં વર્તાવારૂપ ચારિત્ર સેવવું જોઈએ, એટલે જ માગ્યું કે–તે ન હોય તો આર્યાચરણ સિવાય કંઈ નથી જોઈતું; અથવા તેમ નિર્વિકલ્પ થવા સંત-સત્સંગ-આર્યાચરણવિરહ જિનસ્વરૂપનું ભક્તિથી ઉપાસનારૂપ પ્રબળ સાધન જોઈ એ, એટલે જ માગ્યું કે તે ન હોય તે જિનભક્તિમાં અતિ શુદ્ધભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું.આમ આ પંચ સાધનમાંનું એક પણ સાધન હોય તે બીજા સાધન તેમાં અંતર્ભાવ પામે છે અથવા સહેજે પ્રાપ્ત થઈ જાય છે, અને આ એક પણ સાધન સ્વભાવવૃત્તિની સ્થિરતારૂપ ઈષ્ટ સાધ્ય સાધવા માટે પર્યાપ્ત-બસ છે, એટલે આ હોય તે બીજું કાંઈ નથી જોઈત એમ પ્રત્યેક સાધનમાં કહ્યું; અને આ ઉક્ત સાધન સિવાય ઈષ્ટ કાર્ય સાધક બીજું કંઈ સાધન નથી, એટલે માગવા જેવું કંઈ રહેતું નથી, એટલે જ કહ્યું કે તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી. કારણ કે આ ઉક્ત સાધનો જ મુખ્ય છે, આ સિવાયના બીજાં સાધન ગૌણ છે, એટલે જ અર્થગંભીર માર્મિક સૂત્રાત્મક વાકયે શ્રીમદ્ આગળ લખે છે–ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાત નથી. લોકસંજ્ઞાથી કાગ્રે જવાતું નથી. કત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય સ્થિતિ પામ દુર્લભ છે; અને શ્રીમદને તે અંતની-છેવટની વાતનો અંત-છેડો લાવવો છે, એટલે જ અત્રે તેમણે આ મુખ્ય સાધનોની ગવેષણ કરી છે. અત્રે પત્રના અંતે પરમ સંવેગતિશય સંપન્ન શ્રીમદ્દ ટૂંકું વૈરાગ્યપૂર્ણ માર્મિક સૂચન કરે છે એ કંઈ ખોટું છે? શું ? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેનાં પ્રત્યાખ્યાન લઈએ તો? લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે.” આ શબ્દમાં આ પરિભ્રમણ પ્રત્યાખ્યાન લેવાનો-ફરી પરિભ્રમણ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવાનો શ્રીમદને કે અદ્ભુત આત્મનિશ્ચય દેખાઈ આવે છે ! આવા આ અમૃતપત્રમાં અક્ષરે અક્ષરે શ્રીમદે વૈરાગ્યતરંગથી ઊછળતો કે પરમ સંવેગ અમૃતસિંધુ ઉલસા છે!
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy