SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંગ નિવૃત્તિશ્રેણીને અબાધક વ્યવહારવત્તનના ક્રમ ૨૧૧ વાતચીત કર્યા વિના કેમ ચેન પડે? એ સંબંધી વધારે વાતચીત ન કરવી એવું પાતે પાતા પર મૂકેલું નિયંત્રણ તેને કેટલું બધું વસમું’–આકરૂ વિકટ લાગે ? એ વાતના પૂરેપૂરો ખ્યાલ છે તેથી જ શ્રીમદ્દ ત્યાં દૃઢ નિશ્ચય કરે છે— ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવત્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત્ત.’— ભલે તને વસમું–આકરું વિકટ લાગે પણ એ જ ઉપર કહ્યો તે ગૃહવાસ પરત્વે' ઇ. ક્રમમાં પ્રવત્ત, આ ક્રમની સાચવણીમાં ઘણા પરીષહ-ઉપસ` સહન કરવા પડશે એવા પૂરા ભાનસહિત પરમ આત્મપરાક્રમી ભડવીર શ્રીમદ્ પેાતાના અંતરાત્માને ઉદ્દેશીને કહે છે. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિસહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસને સહન કરી તું અચળ રહે.' અંતમાં ઉભરાતા જ્ઞાનાતિશયને છલકાવા ન દેવે— પ્રજ્ઞાતિયને ઉભરાવા ન દેવે ને અંતમાં શમાવી દેવેા એ પ્રજ્ઞાપરીષહ’ કાંઇ જેવા તેવેા પરીષહુ નથી. જગમાં સહેજસાજ સાધારણ ઉપરછલી છીછરી પ્રજ્ઞાના માટે દેખાડા કરવા— મિથ્યાભિમાની પામરતાનું પ્રદર્શન (Vanity fair) ભરવા તલપાપડ પામર લેાકેા કેટલી બધી કૂદાકૂદ કરે છે? ત્યારે અસાધારણ અતિશયવંત પરમ ગંભીર પ્રજ્ઞાની પરમતાનું બાહ્ય પ્રદર્શન નહિં કરવાના આ પ્રજ્ઞાપારમિત સ્વરૂપગુપ્ત પુરુષ નિશ્ચય કરે છે, તે આ પરમ પુરુષનેા અસાધારણ આત્મસયમ, અલૌકિક સ્વરૂપશુપ્તિ, ને અપુ` નિર્માનિતા દાખવે છે! અત્યારે આ વસમું લાગતું કામ પરિણામે સમું થશે એમ આગળ લખે છે— અત્યારે કદાપિ વસનું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે.' આટલું કહી પેાતાના આત્માને આ અંતરાત્મા ચેતાવે છે અને આ વચને ઘટમાં-આંતર્માં ઉતારવા ફ્રી ફ્રી જાગ્રત (alert) કરે છે— ઘેરામાં ઘેરાઇશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચના ઘટમાં ઉતાર–પ્રીતિપૂર્વક ઉતાર.’લેાકપ્રસંગનાં કે ધમ પ્રસંગે લેાકસંગના ઘેરામાં ઘેરાઇશ નહી’ ઇ. વચનેા લેાકપ્રતિમધમાં નહિં પડવાના શ્રીમદ્ના અડગ નિશ્ચયની ઘેાષણા કરે છે. આટલી સામાન્ય વાત હી શ્રીમદ્ વ્યવહારમાં વત્તવાના કેટલાક સામાન્ય નિયમા પાતા માટે નિયત કરે છે :- ૧. કાઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દ્વેષથી જે કાંઇ થાય છે, તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તે તું જ હલકા છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.’ આ ત્રણ નિયમે સૂચવે છે કે- શ્રીમની દૃષ્ટિ ખીજાના દોષ પર નહિ, પણ પેાતાના જ દ્વેષ ભણી છે, શ્રીમદ્ આત્મપ્રશંસાથી દૂર-સુદૂર ભાગે છે, અને શ્રીમદ્ ીજાને પ્રિય થઈ પડે એવી વત્તણુક કરવા સતત પ્રયત્નશીલ છે અને અનન્ય નિષ્ઠાવંત છે. આમ ત્રણ નિયમે ત્રણ કલમમાં જણાવી આ નોંધના આ છેલ્લા પારિત્રાફ્રૂપ ચેાથી કલમમાં શ્રીમદ્ વ્યવહારમાં કેવા ક્રમે પ્રવર્ત્તવું તે માટેના પાતાના વ્યવહારવત્તનના ક્રમ કરે છે—
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy