________________
પ્રતિમસિદ્ધિ અને શ્રીમની અનન્ય સત્યનિષ્ઠા
૧cછે. વાણિયાઓ રહે છે તે બધાની કુળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં કંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી, એથી મને તે લોકોને જ પાના હતા પણ જ્યારે એમને પ્રતિમા અને તેનું પૂજન પ્રમાણસિદ્ધ જણાયું ત્યારે તેમણે તેને મુક્તકંઠે ને મુક્તમને સ્વીકાર કર્યો, એટલું જ નહિં પણ પિતાને તે આત્મનિર્ણય પરમ નિર્ભય બેધડકપણે બપોકાર જાહેર કરતા પ્રતિમાસિદ્ધિ ગંથદ્વારા પ્રસિદ્ધ કર્યો. શ્રીમની અલૌકિક સત્યનિષ્ઠાનું આવું જ એક ઉત્તમ ઉદાહરણ આપણે જગકર્તુત્વવાદ બાબતમાં પૂર્વે સવિસ્તર જોયું જ હતું તે વખતની ગુજરાતી વાંચનમાળાના અમુક સંસ્કારદોષને લઈ બાલવયમાં પ્રથમ પિતાને સંમત જગતકર્તુત્વવાદ આગળ જતાં જ્યારે પ્રમાણથી અસિદ્ધ અને અસત છે એમ પિતાના આત્માને પ્રતીત થયું, કે તક્ષણ તેમણે તેને તિલાંજલિ આપી, એટલું જ નહિં પણ મોક્ષમાળામાં તે જગકર્તવવાદનું પરમ સમર્થપણે ઉત્થાપન કરી પ્રમાણસિદ્ધપણે અનાદિ-શાશ્વત વિશ્વવાદનું સુપ્રતિષ્ઠાપન કર્યું. મહાતીત સામૂતિ શ્રીમદની અનન્ય સત્યનિષ્ઠાના આ બન્ને જવલંત ઉદાહરણો છે.
મત અને સત્ બન્ને જુદી વસ્તુ છે જ્યાં લગી મતની દષ્ટિ છે ત્યાં લગી સની પ્રાપ્તિ થવી અસંભવિત છે. મતની દષ્ટિવાળો પોતાના માની લીધેલા મતને જ વળગી રહી જ કાન ગમે તે પ્રકારે તેને જ સ્થાપિત કરવા મથે છે અને યુક્તિને પણ પોતાના મતની માન્યતામાં ખેંચે છે; સની દૃષ્ટિવાળો મને અળગે કરી સને જ રહે છે–સતને જ સ્થાપિત કરવા ઈચ્છે છે અને સને સ્થાપિત કરતી યુતિમાં જ ખેંચાય છે. મતાગ્રહીનું મનરૂપી વાંદરું યુક્તિને પૂંછડેથી ખેંચે છે, મધ્યસ્થનું મનરૂપ વાછડું યુક્તિની પાછળ પાછળ જાય છે. એટલે જ મતાગ્રહી મતને મૂકતા નથી ને સતને સ્વીકારતો નથી, સત્યગ્રાહી મતને મૂકે છે ને સને મુક્તક કે મુક્તમને સ્વીકારે છે. મતની દષ્ટિમાંથી કે મતાગ્રહના પ્રહની પકડમાંથી મુક્ત થવું ભલભલા મહાત્માઓને માટે પણ મહાદુષ્કર છે,–“મત મત ભેદે રે જે જઈ પૂછિયે સહ થાપે અહમેવ’–, અને મતાગ્રહથી મુકત ન થાય તેને મુક્ત થવાની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રીમદે લાક્ષણિક રીતે કહ્યું છે તેમ મતભેદ રાખી કઈ મોક્ષ પામ્યા નથી. અને તેમાં પણ પોતાના કુલ સંપ્રદાયને-કુલધર્મને આગ્રહ છોડવો ને તેડવા તે તો મહાદુષ્કરદુષ્કર દુર્ઘટ કાર્ય છે, ને તે આગ્રહત્યાગને જગજાહેર રીતે પ્રસિદ્ધ કરે છે તે તેથી પણ મહાદુર્ઘટ કાર્ય છે, કારણ તેમાં અસાધારણ નિતિક હિંમત અને અનન્ય સત્યનિષ્ઠાની જરૂર પડે છે. પ્રતિમાસિદ્ધિ બા. માં શ્રીમની સત્યનિષ્ઠા આવી અનન્ય હતી અને તિક હિંમત આવી અસાધારણ અદ્દભુત હતી. તેનું દર્શન આપણે આ પ્રકરણમાં કરશું.
શ્રીમમાં મૂળથી જ મતની દષ્ટિ જ ન હતી, કેવલ સની જ દષ્ટિ હતી,
“કનોત્તર: ગુજાવી, મથસ્થાનુજાતિ . તામાં જતિ પુન તુચ્છાદનનઃ ઃ ”
શ્રી યશોવિજયજીત અધ્યાત્મપનિષદુ
અ-૨