________________
૧૨
જેવી ઉચ્ચ અધ્યાત્મદશાને પામેલો તે વિશિષ્ટ જ્ઞાની યોગી પુરુષ જ કરી શકે, તે જ તેમને પૂર્ણ ન્યાય આપી શકે, તેહ જ એહને જાણંગ ભક્તા, જે તુમ સમ ગુણરાયજી.” આ ચરિત્રાલેખક જેવા સામાન્ય મનુષ્યનું તેમ કરવાનું ગજું જ નથી. એટલે તેણે તે અત્રે સ્વશક્તિ વિચાર્યા વિના પ્રીતિ–ભક્તિથી પ્રેરિત થઈ આ એક માત્ર લે લંગડો પ્રયાસ જ કર્યો છે. આ લેખકના આત્મામાં શ્રીમદૂની આત્મદશા સંબંધી જે કાંઈ ભાવ અનુભવાયો હોય તે તેટલે મને બરાબર ઝીલી ન શકે, અને મને ઝીલેલો ભાવ લેખિની બરાબર ઝીલી ન શકે, એટલે પિતાની મર્યાદાના પૂરા ભાનથી આ લેખકે શ્રીમદૂની અધ્યાત્મદશાને અંશ માત્ર ખ્યાલ આપી શકાશે એવા ભાવથી જ આ સાહસ કર્યું છે. શ્રીમદુની ખરેખરી આધ્યાત્મિક મહત્તાને અનંતાંશ જે અત્ર આલિખિત થઈ શક્યો હોય, તે તેમની વાસ્તવિક આધ્યાત્મિક મહત્તા આથી અનંતગુણવિશિષ્ટ છે એ સીધો સાદ ત્રિરાશિને હિસાબ સુજ્ઞ વિચક્ષણ વાંચક પિતાના આત્માનુભવની સાક્ષીથી મેળવી લે! ખરેખર ! શ્રીમદ જેવા પરમ સત્-પરમ મહત પુરુષની મહત્તાનું માપ કરવું તે અંજલિથી સાગરજલનું માપ કરવા જેવું દુર્ઘટ કાર્ય છે. ખરેખર! શ્રીમદ્દ જેવા ખરેખરા પરમાર્થસત મેર સમા મહામહિમાવાન પરમ સમર્થ અધ્યાત્મયોગીને ઓળખવા કે આલેખવા પ્રયત્ન કરે તે મેરુના ઉન્નત શિખરે આરોહણ કરતાં પણ મહાદુર્ઘટ કાર્ય છે. શ્રીમદ્દ જેવા સહસમુખ પ્રતિભાથી શોભતા જ્ઞાનાવતાર સંતશિરોમણિને ઓળખાવવા કે આલેખવા પ્રયત્ન કરવો તે તે નિધિ ભાસ્કરને ઓળખાવવા દીપક આગળ ધરવા બરાબર છે! એટલે આમ giષે જે નોarદુપુરા ગામના–ઉંચા માણસને મળી શકે એવું ફલ લેવા હાથ ઉંચા કરતા વામન જેવી સાહસચેષ્ટા કરતા આ ચરિત્રાલેખકના આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજજનેને જે કંઈ પણ સફળતા ભાસ્યમાન થાય, તે તે કેવળ પરમ ગુણનિધાન-પરમ કૃપાનિધાન શ્રીમદ જેવા જ્ઞાની પુરુષના કૃપાપ્રસાદને જ આભારી છે,–જેના પરમ સમર્થ વચનામૃતની અને અનુપમ પત્રસાહિત્યની પ્રબળ ભિત્તિના અવલંબન વિના તેનો આ પ્રયત્ન પ્રાંશુલભ્ય ફળ પ્રત્યે પંગુચેષ્ટા જેવો પણ ન બન્યું હત!
આમ છે એટલે વિશ્વની આ વિરલ વિભૂતિના ચરિત્રાલેખનમાં આ ચરિત્રાલેખકને અતિશક્તિનો તો પ્રશ્ન કે ભય જ નથી, કારણ કે તે તે બની શકે એમ નથી, પણ ન્યૂનોક્તિને જ ભય છે કે આવા પરમ સત્તમ–પરમ મહત્તમ પુરુષોત્તમ માટે રખેને કંઈક ન્યૂન લખાઈ જાય! એટલે આવા શ્રીમદ્દ જેવા અતીન્દ્રિય જ્ઞાનીના આ ચરિત્રાલેખનમાં ક્ષયોપશમની મંદતાથી જાણ્યે-અજાણે કંઈ પણ ન્યૂનાધિક, અસમંજસ, અસમ્યક, અયથાર્થ, અસંબદ્ધ, અયથાસૂત્ર લખાઈ જાય, અથવા શુદ્ધ સત્ આશયથી લખવા છતાં છદ્મસ્થતાથી કંઈ પણ આશયાંતર વા આશય વિરુદ્ધ સમજાય, કે કેઈને પણ કંઈ પણ મન દુભાય એવું લાગે, તે તેને દેષ આ લેખકને શિરે છે, અને તેની તે નમ્રભાવે ક્ષમાયાચના કરે છે. અત્રે જે કાંઇ ગુણ હોય તે પરમ પુરુષ–સપુરુષ શ્રીમદને છે અને દોષ હોય તે આ ચરિત્રાલેખકનો છે એમ ગણી, હંસદષ્ટિ ગુણગ્રાહી સજજને અત્ર પુરુષના ગુણગણુનું ગ્રહણ કરજો!