________________
પ્રકરણ ઓગણીસમું શ્રીમદ્ભ અસાધારણુ જ્યોતિષવિજ્ઞાન શ્રીમદને આ અવધાનકાળના અનુસંધાનમાં જ આ જન્મમાં જે તિબુ જાણવાનું સ્વ૫ નિમિત્ત કેવી રીતે પ્રાપ્ત થયું, અને સ્વલ્પ સમયમાં જ તેઓ કેવી રીતે અસાધારણ તિવિજ્ઞાન ધરાવતા થઈ ગયા, અને પછી સ્વલ્પ સમયમાં જ તેઓએ જ્યોતિને “કલ્પિત’–અપરમાર્થભૂત ગણી કેવી રીતે તૃણવત્ ફગાવી દીધું, – આ સંબંધી રોમાંચક ઇતિહાસ રસિક, પ્રેરક અને બાધક હોઈ તત્સંબંધી હવે ઉલ્લેખ કરશું.
પૂર્વના પ્રબળ સંસ્કારી બળવાન્ ક્ષપશમી શ્રીમદ્દમાં લઘુવયથી અનેક વિશિષ્ટ શક્તિઓ આવિર્ભત થઈ હતી, પૂર્વ જન્મના સંસકારોથી આત્મપ્રદેશમાં મુદ્રિત થયેલી તે તે શક્તિઓ સહજ નિમિત્તમાત્રમાં ઉન્મુદ્રિત થઈ સહજ સ્વભાવે ફુરી નીકળી હતી. કચકડામાં અંકિત થયેલ “ફિલમ–ચલચ્ચિત્રની રેખા રૂપેરી પડદા પર પ્રવિકસિત થઈને રજૂ થાય છે, તેમ આત્મપ્રદેશોમાં અદશ્યપણે (Invisible) અંકિત થયેલી સંસ્કારોની “ફિલ્મ તથારૂપ નિમિત્ત પામી પ્રવિકસિત થઈને જગતના તખ્તા સમક્ષ વિરાટ સ્વરૂપે રજૂ થાય છે; સંસ્કારના શક્તિરૂપ બીજ તથારૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ– ભાવના નિમિત્તસગે ઊગી નિકળી વિશાળ વૃક્ષરૂપે વ્યક્તિ પામે છે. શ્રીમદૂની અસાધારણ સ્મૃતિશક્તિનો પરિચય આપણને એમની લઘુવયમાં જ મળે છે, બીજાઓને જે માટે સાધારણપણે સાત વર્ષ લાગે તે સાત ધોરણ તેઓ એક વર્ષમાં કુદાવી ગયા એ આ સ્મૃતિઅતિશયને જ પ્રભાવ છે. તેમની કવિત્વશક્તિ પણ લઘુવયમાં જ કેવા પ્રકારે ખીલી નિકળી હતી તે તેમની લઘુવયની કૃતિઓથી સહજ જણાઈ આવે છે. એમની વસ્તૃત્વશક્તિ કેવી અદ્ભુત હતી તે તેમના છટાદાર ભાષણેથી લોકોને મંત્રમુગ્ધ કરવાના પ્રસંગેથી પ્રતીત થાય છે. શ્રીમદની અવધાનશક્તિ કેવી અલૌકિક હતી તે તેમના અવધાનસંબંધી પ્રકરણમાં સવિસ્તર જોયું છે. અને લઘુવયથી જ જેને નવું નવું શીખવાની–નવું નવું જાણવાની જિજ્ઞાસા તીવ્ર હતી, અભિનવ જ્ઞાનવૃદ્ધિ કરવાના ઉ૯લાસ-ઉત્સાહ-ઉમંગ-ઉછરંગ-ઉલટ ઉત્કટ હતા, એવા શ્રીમદની અનુકરણશક્તિ તે કેવી અસાધારણ હતી, તે તો જેનું જેનું તે અનુકરણ કરતા તેનાથી સ્વલ્પ સમયમાં તેઓ કયાંય આગળ વધી જતા તે પરથી સ્વયં દેખાઈ આવે છે. શંકરલાલ શાસ્ત્રીને અષ્ટાવધાનbગ અવલોકવાનું સહજ નિમિત્ત મળતાં તરત જ તેનું અનુકરણ કરી તે વિષયમાં શીઘ શતાવધાન સુધી પહોંચી ગયા એ આનું ઝળહળતું ઉદાહરણ
૪ અને શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ જીવનરેખામાં આલેખેલ “જ્યોતિષી પ્રકરણને સાભાર આધાર યથાસ્થાને લીધે છે.