SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૯]. આજ્ઞાથી આપતા. તે ઉપરાંત વાર્તાલાપોની, ઉપદેશની નોંઘો, અગત્યનાં પુસ્તકોમાંથી નોંધો, ભાષાંતર, શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા જેવાં પુસ્તકોનું સર્જન ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સતત ઉલ્લાસ અને ખંતથી, તેમને અવિરત પરિશ્રમથી સેવા આદરી. પ્રાયે સર્વને ઘર્મની પકડ બહુ દૃઢ હોય છે. એટલે પોતે માનેલા ઘર્મની પકડ મૂકી જ્ઞાનીઓએ બોઘેલા સનાતન સતઘર્મ પ્રત્યે શ્રદ્ધા થવી, પકડ થવી અત્યંત વિકટ છે. આમ હોવા છતાં જ્ઞાનીપુરુષનું માહાભ્ય, તેમનું યોગબળ પણ એવું અચિંત્ય પ્રભાવશાળી હોય છે કે અનેકને સત્ ઘર્મનો રંગ ચડાવે છે. પૂ. પ્રભુશ્રીનું પણ તેવું જ અદ્ભુત સામર્થ્ય દ્રષ્ટિગોચર થવા લાગ્યું. હજારો જૈન-જૈનેતરોને તેમણે સાચા જૈન બનાવ્યા. તેમને મંત્રદીક્ષા આપી, સાત વ્યસનનો ત્યાગ તથા સાત અભક્ષ્યનો ત્યાગ કરાવી વ્રત પચખાણ આપી સતુશ્રદ્ધા સહિત ભક્તિમાર્ગનાં રસિક બનાવ્યાં. અનેક કુમારિકાઓને સતનો એવો અદ્ભુત રંગ લાગ્યો કે તેમણે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. તેમ જ અનેક યુવાન દંપતીઓએ પણ ભોગથી અનાસક્ત થઈ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી સત્ સાઘનામાં જીવન-અર્પણતા સ્વીકારી. એમ અનેકાનેક બ્રહ્મવ્રત વિભૂષિત થયાં. હવે આશ્રમમાં જીવન અર્પણ કરનાર બ્રહ્મચારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. તેવી જ રીતે બ્રહ્મચારિણી બહેનો માટે પણ આશ્રમમાં અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા થઈ. તેમ જ ભાવિક જિજ્ઞાસુઓ વતનિયમ ઘારણ કરી આશ્રમમાં કાયમ રહેવા લાગ્યા. કોઈ કોઈ ગૃહસ્થ છતાં વિરક્ત મુમુક્ષુઓ પણ વ્રતનિયમ ઘારણ કરી આશ્રમમાં સહકુટુંબ રહેવા લાગ્યા. એ રીતે પચાસ-સો માણસ કાયમ રહેવા લાગ્યાં અને સત્સાઘના તત્પર બન્યાં. તેથી આશ્રમ સત્સંગ અને ભક્તિનું જીવંત ઘામ બન્યું. જેમ જેમ અનુયાયીઓની સંખ્યા વધતી ચાલી તેમ તેમ આશ્રમ પણ વઘતું ચાલ્યું. સર્વની ઇચ્છાથી આશ્રમમાં એક શિખરબંધી ભવ્ય જિનાલય ઊભું થયું. તેમાં શ્રીમદ્જીનાં બોઘવચનો અનુસાર શ્વેતાંબર-દિગંબર પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯૮૪ ના જેઠ સુદ ૫ ના દિને પ્રભુશ્રીની છત્રછાયામાં થઈ. આ જિનાલયના ભૂમિગૃહમાં એક ગુરુમંદિર રાખવામાં આવ્યું. તેમાં શ્રીજીની પ્રતિમા તથા એક બાજુ પ્રણવમંત્ર ૐકારજીની સ્થાપના ઉપરોક્ત દિવસે જ કરવામાં આવી. બાજુમાં પાદુકાજીની સ્થાપના સં. ૧૯૮૨ના આસો સુદ ૧૫ ના કરવામાં આવેલી. મુમુક્ષુભાઈઓની સંખ્યા અને તેમની જરૂરિયાતને પહોંચી વળવા એક ભવ્ય સભામંડપ અને વ્યાખ્યાનમંદિર બાંઘવામાં આવ્યાં. તેમજ પુસ્તકાલય પણ સ્થાપવામાં આવ્યું. દરવાજા ઉપરની દેરીમાં પરમકૃપાળુદેવની પંચધાતુની પ્રતિમાની સં. ૧૯૮૮ના માહ સુદ ૧૦ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી. શરીરપ્રકૃતિ બહુ અસ્વસ્થ રહેતી હોવા છતાં પરમોપકાર-પરાયણ પ્રભુશ્રીજી મુમુક્ષુઓના આગ્રહથી સં. ૧૯૮૫ના માગશર માસમાં ૧૮ દિવસ ભાદરણ, ત્રણ-ચાર દિવસ ઘર્મજ તથા ઉનાળામાં બે માસ ભરૂચ, નિકોરા, ઝઘડિયા, કબીરવડ વગેરે સ્થળોએ વિચાર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy