________________
[૬૫] અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તો કલ્યાણ થાય. તેથી તેની આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી.
પણ અણસમજણે કોઈક તો પોપટલાલને, કોઈક રત્નરાજને, કોઈક રણછોડભાઈને અને અમને દેહદ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીઓ છો ઝેર, મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે. એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં જ ચાલે છે તે છો ચાલે. વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલહાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજાભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ. હા, ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંઘો નથી. પણ પૂજા તે એ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો કૃપાળુદેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. એવું કરવાનું નથી. બારમા ગુણઠાણા સુધી સાઘક, સાઘક અને સાધક જ રહેવાનું કહ્યું છે. આડુંઅવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે એકે અહીં આવી કૃપાળુદેવના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી, “સંતના કહેવાથી કૃપાળુદેવની આજ્ઞા માટે માન્ય છે” એમ જેની ઇચ્છા હોય તે કહી જાય.
પછી બઘા વારાફરતી ઊઠી ચિત્રપટ આગળ પ્રભુશ્રીના કહ્યા પ્રમાણે કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરીને પાછા બેઠા. કેટલાક નવીન જીવો પણ ત્યાં હતા તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા :
આ ભદ્રિક નવા જીવો પણ ભેગા ભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું ? ક્યાંથી આવી ચઢ્યા ! ટકી રહે તો કામ કાઢી નાંખે. અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છેદે વર્તશે અને આમ નહીં, આમ કરી દૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુ દેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ.”
એમ પર્યુષણમાં આઠેય દિવસ સુધી પ્રભુશ્રીએ સતત એકઘારા પ્રવાહથી પ્રબળ બોઘદ્વારા મુમુક્ષુઓની શ્રદ્ધા, પકડ એક પરમ કૃપાળુદેવ ઉપર દૃઢ કરાવવા અથાગ પરિશ્રમ લીઘો અને ત્યાર પછી પણ એક એ જ શ્રદ્ધા દ્રઢ કરવા તેમણે નિરંતર સતત બોઘ આપી જીવન પર્યંત અથાગ પરિશ્રમ લીઘો. જે જીવો એ બોઘને પોતાના આત્મામાં સ્થિર કરશે તે નિકટભવી તેમની આજ્ઞાના આરાઘક થઈ ભવનો અંત કરશે, એમાં સંશય નથી. પરંતુ પોતાની મતિએ તેથી અન્યથા કરશે તો અનાદિના પરમાર્થમાર્ગના વિરાઘક તો ચાલ્યા જ આવે છે. તેમાં કોઈ મહાન ભાગ્યોદયે સાચી વાત કહેનાર જ્ઞાનીનો યોગ મળ્યો ત્યાં પણ તેમના બોઘરહસ્યને ગૌણ કરી, પોતાની મતિને પ્રઘાન કરી ચાલે તો તે જ્ઞાનીની આજ્ઞાના વિરાઘક બનતાં અનંત સંસાર વઘારી દે તો જ્ઞાનીની દ્રષ્ટિમાં તે દયાપાત્ર જ ગણવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org