________________
પરિશિષ્ટ ૪
૫૨૩
કાકોઠી-થોડું ઘણું કીટણ-પ્રલય જેવો ફીટી જવું-ટળવું; મટવું (૨) નાશ પામવો (૩) પતવું ફેશે ફાંટો આંટો ફેરો; ધક્કો ખાવો તે બક્રમમાં રહેવું-હું સમજું છું, હું કરું છું તે ઠીક છે તેવા
ખોટા ખ્યાલમાં રહેવું; પોતાની ભૂલભરેલી સમજ પ્રમાણે વર્તવું; સમજાયું છે, જાણ્યું છે એવી ભૂલમાં
વહ્યા જવું. બાજ-બાહ્ય ભણેશ્રી- પોથી પંડિત, પુસ્તકિયો જ જ્ઞાનવાળો ભાલોડું-તીર કે તેનું પાનું ભાંભરડું-પ્રભાત ભેસાડિયો થવો-ભૂસાઈ જવું; નાશ થવો ભેલાઈ જવું-બરબાદ થવું; નુકશાન થવું; બગડી જવું;
નાશ થવો. મગન-મગ્ન; તલ્લીન; ગરક થયેલું (૨) રાજી મર-ભલે મૂકવું–છોડવું; તજવું મૂકી દેવું છોડી દેવું; તજી દેવું; જવા દેવું મોમતી–મુહપત્તી રાડું, રાડો-જુવાર, બાજરીનો સાંઠો રાફડો ફૂટવો-ફોગટ મહેનત કરવી
વખાણ-વ્યાખ્યાન વગ-લાગવગ વનો- વિનય વયે આવવું-પાત્ર થવું; યોગ્ય થવું (૨) ઉમરલાયક થવું;
જુવાનીમાં આવવું. વિપ્ન-કર્મ વીલો મૂકવો-છૂટો મૂકવો; અંકુશમાં ન રાખવો; કાબૂમાં ન
રાખવો. શરત (સરત) રાખવું–ધ્યાન રાખવું; લક્ષ રાખવું સમો-સમય; વખત સમો રહે-સીધો રહે સરધા-શ્રધ્ધા સંચવું-એકઠું કરવું; ભેગું કરવું સાજકાર-સહાયકારક સાટું-વસ્તુ વિનિમય (૨) કરાર સાથે લાગી–સામટી સાંસત-ધીમું પડવું તે સુતર-સહેલું, સુગમ સૂતર (સૂત્ર)-ધાગા હઈડ વસી જવું- હૈયામાં-હૃદયમાં વસી જવું હારે-સાથે હેડ-ગુનેગાર અને ગાંડાઓને નાસી જતા અને તોફાન
કરતા અટકાવવા માટે લાકડાને કોચીને બનાવેલું પગમાં ભરાઈ રહે એવું વજનદાર જંત્ર; લાકડાની બેડી (૨) જેલ; કેદ
લટક સલામ- શિષ્ટાચાર ખાતર ભરવાની સલામ; ખાલી
સલામ; ઉપર ઉપરની સલામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org