________________
ઉપદેશસંગ્રહ-૩
૪૦૫ છે. શ્રદ્ધા છે તેનું કલ્યાણ છે. માયા છે. પુદ્ગલ છે. એક આત્મા છે, એક સત્સંગ છે. હું તો રાંકમાં રાંક, એના દાસનો દાસ છું. બહુ સારું થયું. મારે લેવું દેવું નથી. સમ છે. મારે કાંઈ નથી, “વિંગ ઘણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ ?'
તા. ૧૩-૪-૩૬, સાંજના આત્મા સિવાય બીજું કંઈ જોવું નથી. છે તે છે, કાઢ્યો જાય તેમ નથી. સમ વિના બીજી વાત નથી. ફક્ત એક છે, તે હથિયાર. સર્વ સંઘને ખમતખામણાં–વડવામાં, ખંભાતમાં. સમ એક હથિયાર છે. કોઈ ખસેડે તેમ નથી, હઠે તેમ નથી, કપાય તેમ નથી, છેદાય તેમ નથી. એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા કરવા યોગ્ય છે. સમ જગા છે, બીજી નથી.
ચૈત્ર વદ ૭, મંગળ, સં. ૧૯૯૨
તા.૧૪-૪-૩૬, સવારે
સમ છે, દુષ્કર છે, દુષ્કર છે, દુર્લભ છે. મહોત્સવ, મૃત્યુ મહોત્સવ છે !
તા.૧૪-૪-૩૬ | (બ્રહ્મચારીને) દર્શન કરીને જાય એમ ભાઈઓને કહેવું. તમારે ખ્યાલમાં રાખવું : વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આઠ ટોટક છંદ, સમરણ તમારે આપવાં. સમ છે. આત્મા છે. આત્મા જોવો, બીજું કંઈ જોવું નહીં. પરમ કૃપાળુદેવ માન્ય છે, એ સ્થંભ છે.
સાંજના અવસ્થા આવી છે. વેદની કર્મ ભોગવવું પડશે. ઉદયકાળ. શક્રેન્ડે કહ્યું કે ભસ્મગ્રહ છે માટે “માત્ર બે ઘડીનું આખું વીર, વઘારજો રે !” વળતાં વીર બોલ્યા, “એ મારી શક્તિ નથી; એ થયું નથી ને થવાનું નથી.” (બઘાની સામે આંગળી કરીને) બઘા ભોગવશો. શું ભોગવશો નહીં ? નહીં ભોગવે એમ છે ?
'कडाणं कम्माणं न मुक्ख अत्थि' નરકની વેદની ભોગવી છે.
'कडाणं कम्माणं न मुक्ख अत्थि'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org