________________
અભિવંદના.
વસંતતિલકા અધ્યાત્મમૂર્તિ, સહજાત્મપદે નિમગ્ન, બોધિ સમાધિ સુખ શાશ્વત શાંતિમગ્ન; યોગીન્દ્ર વન્ય ગુરુ રાજ કૃપાળુદેવ, ચાહું અખંડ સહજાન્મસ્વરૂપ સેવ. ૧ જ્ઞાનાવતાર ગુરુ આપ કૃપા-પ્રસાદે, સ્વાત્માનુભૂતિ-રસપીયૂષના સુસ્વાદે; જેણે સ્વશ્રેય પરશ્રેય અનંત સાધ્યું, તે શાંતમૂર્તિ લઘુરાજપદે હું વધું. ૨
માલિની બહુ બહુ બહુ સેવ્યાં સાધનો મુક્તિ કાજે, સ્વ-સ્વરૃપ ન પિછાણું બંધ તો કેમ ભાંજે? તુજ પરમ કૃપાથી મુક્તિનો માર્ગ આજે, સહજ સુલભ ભાસે, ઘન્ય આ યોગ છાજે. ૩ અદ્ભુત નિધિ આત્મા આપ પોતે છતાંયે,
સ્વપદ પ્રતિ વળે ના દ્રષ્ટિ સ્વચ્છંદતાયે ! ઉપકૃતિ અભિવંદુ સદ્ગુરુ ઘન્ય ઘન્ય, નયન અજબ આંજી દૃષ્ટિ દે જે અનન્ય. ૪ અભુત તુજ મુદ્રા ધ્યાનમાં મગ્ન ભાળું, પ્રશમ-રસ-સુધાનો સિંધુ જાણે નિહાળું ! ચતુરગતિ પ્રવેશું ના કદી' એમ ઘારી, સ્વરમણ-વર-ધ્યાને શું પ્રભો વૃત્તિ ઠારી ! ૫ શમનિથિ લઘુરાજે રાજચંદ્રપ્રભા શી ! જળહળ ઉલસંતી સ્વાનુભૂતિ દશા શી ! સ્મરી સ્મરી સ્મરી સ્વામી, વીતરાગી અવસ્થા, નમું નમું નમું ભક્તિ-ભાવ આણી પ્રશસ્તા. ૬
શાર્દૂલવિક્રીડિત જે સંસાર અપાર દુઃખદરિયો ઉલ્લંઘવા ઇચ્છતા, આત્માનંદ-પ્રપૂર્ણ સિદ્ધિસુખના આલ્હાદને ઝંખતા; તે સદ્ભાગી શિવાર્થીને શરણ જે સાચું દઈ તારતા, વંદું શ્રીમદ્ રાજચંદ્ર, ભવથી સંતસને ઠારતા. ૭
–શ્રી રાવજીભાઈ દેસાઈ BEBEXSEX SEX SEX SEX SEX SEXSOCIECHOCSECSECSECSECSEO SEO SEO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org