________________
SEXSXX3EUSEBOUDEWIESECIWIECIEBESEOSEBEOBEC3OSE380
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ઘર્મરૂપ નથી.
જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે.”
– પત્રાંક ૪૦૩, “શ્રીમદ્ રાજચંદ્ર'
“આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાની પુરુષનો નિષ્કામબુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે.”
– પત્રાંક ૪૩૨, “શ્રીમદ્ રાજચંદ્ર'
“પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ-મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. - જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવાયોગ્ય એવી દેહઘારી દિવ્ય મૂર્તિ–જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.... પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.”
-પત્રાંક ૨૨૩, “શ્રીમદ્ રાજચંદ્ર'
સંત-ચરણ-આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.” – શ્રીમદ્ રાજચંદ્ર'
BESEDE DESEOSESEOSESEO SEO CIE3806580 SEBEOB638063800580
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org