________________
ઉપદેશસંગ્રહ-૩
૩૭૭ આટલું બધું કર્યું ! આ મનુષ્યભવ દુર્લભ છે. એવા મનુષ્યભવ પણ મળ્યા. ત્યારે ખામી શી રહી ગઈ ?
નહિ ગ્રંથમાંહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવો સાંભળો.” જ્ઞાન તો જ્ઞાનીમાં જ કહ્યું. આત્મા આત્મામાં જ છે. અત્યારે તો કર્મ, પ્રકૃતિ, સંબંધ, વેદ કહેવાય. શુદ્ધ આત્મામાં જ્ઞાન કહેવાય. એ સ્વરૂપ કેવી રીતે જણાય ?
આંખો હોય તો જણાય. અંધારામાં દીવો હોય તો જણાય. ‘પાત્ર વિના વસ્તુ ન રહે સિંહણનું દૂઘ સોનાના પાત્રમાં જેમ રહે તેમ એટલી દશા, હદ જોઈએ.
આત્મા જોવાય જ્ઞાનચક્ષુથી. તે જ્ઞાનચક્ષુ ક્યાં ? જ્ઞાનચક્ષુ આવ્યાં શી રીતે ? અજ્ઞાની હતા તે જ્ઞાની શી રીતે થયા ? અજ્ઞાન ફીટીને જ્ઞાન થાય. તે શી રીતે થાય ?
“ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે.”
ચૈતન્યપણું આત્મામાં છે. આ સંજોગ મળ્યા છે. આ બધું જોવાય શાથી? જ્ઞાનવિચારથી. પ્રથમ શું જોઈએ? સત્સંગ અને બોઘ. ભણ્યા તે વાંચી શકે; તેમ સત્સંગ અને બોઘથી અજ્ઞાનનાં વાદળાં ખસીને જ્ઞાનસૂર્ય દેખાય.
દ્રષ્ટિ તો ફેરવવી જ પડશે. યોગ્યતાની ખામી છે. યોગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા કેમ મેળવાય? યોગ્યતા સમજણ વિના મળે નહીં. બોઘ થાય ત્યાં સમજણ આવે. ત્યાં યોગ્યતા આવે. “નવને બાળ વિUIળે’ શ્રવણ કરતાં વિજ્ઞાનપણું આવે.
મુમુક્ષુ-શ્રવણ કરાવો.
પ્રભુશ્રી–જ્ઞાનીએ કહેલું કહું. અમે તો જ્ઞાનીના દાસ છીએ. “આત્મસિદ્ધિ શાસ્ત્ર' શ્રવણ કરવા અવકાશ મેળવવો જોઈએ. અલૌકિક દ્રષ્ટિએ સંભળાય, સામાન્યપણું ન થઈ જાય તે લક્ષ રાખવા યોગ્ય છે.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” સમજીને નમસ્કાર થાય એ જુદો. “જે સ્વરૂપ” તે આત્મા છે. તે સમજ્યા વિના સી ‘આત્મા' કહે છે તે ઓઘસંજ્ઞાએ. જે સ્વરૂપ સમજ્યા વિના “આત્મા, આત્મા' કહે છે તેના ભવ ઊભા થાય છે. અને આ તો સમજીને કહે છે તો જન્મમરણ છૂટવાનો માર્ગ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. અંતરાત્માથી વચનો લખાયાં છે; તે અપૂર્વ છે. તેને નમસ્કાર કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org