________________
૩૭૬
ઉપદેશામૃત સમજીને સમાઈ જાઓ. પારકી પંચાતમાં ખોટી થયો છે. તું તારી પંચાતમાં પડ. મન, વચન, કાયા તારી પાસે છે; તેને જેમનું કરાવે તેમનું કરે.
હવે તારી વારે વાર છે, એમ જ્ઞાની કહે છે. એક સપુરુષ શોઘો. તેમાં બધું આવી ગયું.
વેપારીઓ જેમ કહે છે કે માલ ભર્યો છે તેને હવે ભાવ આવ્યો છે તો વેચી નાખવાની જરૂર છે. તેમ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. નરદમ પુરુષાર્થની જરૂર છે.
આબુ, તા.૮-૬-૩૫ “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી વાંચન
“ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.”
આત્માની વાત થાય છે. તે સિવાય બીજી વાત નથી. બાહ્ય આત્મા છે, અંતરાત્મા છે અને પરમાત્મા છે. તેની ઓળખાણ કરવી જોઈએ. આત્માને ચેતાવ્યો છે. અંતરાત્માથી વિચાર કરવાનો છે; પરમાત્માની ભાવના કરવાની છે. જડનો ભાવ તે ચેતન નહીં અને ચેતનનો ભાવ તે જડ નહીં.
સંજોગો મુકાય છે, પણ જીવપણું નહીં મુકાય. અજ્ઞાન શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નહીં તે. પણ તે ય આત્મા છે. અજ્ઞાન તે આત્મા, જીવ તે આત્મા, ભાવ તે આત્મા. પણ જડનો ભાવ આત્મામાં છે ?
“ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે.”
આ શુદ્ધ આત્મા જણાવે છે. બીજી તો બઘી માયા છે. માયા મૂકવી પડશે. માયાને મારું માન્યું છે તે મૂકવું પડશે. સંજોગ, સંબંઘ મારા માન્યા છે તે મૂકવા પડશે. કેવળ એક આત્મા છે. તેની સામગ્રી જાણવી જોઈએ. સર્વને જાણે છે તે એક આત્મા છે. પોતાનો સ્વભાવ શો છે ? જાણવાનો. જેમ છે તેમ નથી જાણ્યો એટલે સ્વભાવ મૂકી વિભાવવાળો થયો. નિર્મળ પાણી ન રહ્યું. મેલું રહ્યું. ત્યાં સંબંઘ એ અનાદિ કાળનો મેલ છે. તેથી છૂટવું છે. સ્વભાવમાં આવવું. તે માટે બોઘ જોઈશે, કાળજી જોઈએ.
જીવને જાણવું શાથી થાય છે? જપ તપ કર્યા, સાઘન અનંત કર્યા–
“યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મનપીન નિરોઘ, સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો; જપ ભેદ જપે, તપ ત્યોંહિ તપે, ઉરસેહિ ઉદાસી લહી સબપે.” “સબ શાનકે નય ઘારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org