SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશસંગ્રહ-૧ ૧૫૭ જગાએ આવી છે. કોઈને ખબર નથી. ઓળખાણે છૂટકો છે. “વાતે વડાં નહીં થાય'. ફક્ત એ જ લય ને એની જ ઇચ્છા, એ જ ભાવના કરવા જેવું છે. તેમાં બીજાનું કામ નથી, પોતાને જ કરવાનું છે અને પોતાને માટે છે. વિનય છે તે વસ્તુ પ્રાપ્ત કરાવે છે, તથા ભક્તિ–આ બે વસ્તુ મોટી છે, મુદ્દાની છે. મહાવીરસ્વામીએ ગૌતમ ગણઘરને કહ્યું – १ संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपूव्विं सुणेह मे ॥ (ઉત્તરાધ્યયન સૂત્ર પ્ર. અ. ગાથા-૧) વિનય, સાંભળ સાંભળ. ખામી છે યોગ્યતાની. એ પૂરી કર્યા વગર છૂટકો નથી. મેલવું પડશે. મૂકીને આવો. પોતાનું ડહાપણ કાઢી નાખો. તા. ૭-૧૧-૩૫, સાંજના વેદનીના બે ભેદ : શાતા વેદની અને અશાતા વેદની. તે કહેવાય કોને? દેહને ? સ્યાદ્વાદ છે. એક ભોગવ્યાથી જાય અને એક છોડ્યાથી જાય. સૌ ભોગવે છે. બાંધ્યાં તે ભોગવે. છોડ્યું નથી. છોડે ત્યારે ખરું. છોડે કેમ ? ૧. મુમુક્ષુ–કર્તાપણું મટે તો. પ્રભુશ્રી એ તો ખરું. બાપ કરે તો બાપ ભોગવે. ૨. મુમુક્ષુ–સમભાવથી છૂટે. ૩. મુમુક્ષુ–ભાવ અને દૃષ્ટિ ફરે તો છૂટે. પ્રભુશ્રી– અજ્ઞાન છે બધું. જ્ઞાન પામે તો છૂટે. જ્ઞાન આવ્યું ત્યાં રહે નહીં. આ વિચાર કર્યો હશે ? મુમુક્ષુ-જે જાગૃત થયા છે અને પુરુષના બોઘનું જેણે શ્રવણ કર્યું છે તેને એ વિચાર ઊગે. પ્રભુશ્રી જાગૃત થયો કયારે કહેવાય? મુમુક્ષુ “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોઘ સુહાય; તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” (શ્રી આત્મસિદ્ધિ) ૧. સંયોગથી વિશેષ કરીને મુકાયેલા અને ઘરબારના બંઘનથી છૂટેલા ભિક્ષુના વિનય(આચાર)ને ક્રમપૂર્વક પ્રગટ કરીશ. તમે ધ્યાનપૂર્વક મને સાંભળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy