________________
ઉપદેશસંગ્રહ–૧.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ
તા. ૭-૧૧-૩૫, સવારના પત્રાંક પ૩૯ નું વાંચન :
સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે.”
આ ગ્રહણ નથી કર્યું. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું છે. આ વચન લેખની માફક અંતરમાં લખી મૂકવા જેવાં છે. આ શી રીતે મનાય ? આ જગતમાં સર્વ જીવ ખદબદ થાય છે. આ મનાયું નથી અને વિશ્વાસ આવ્યો નથી. “વિશ્વાસે વહાણ ચાલે છે. આની (આત્માની) વાતો પણ ક્યાં છે? આ તો કૃપાળુની દૃષ્ટિથી, ઘન્યભાગ્ય કે તમારાથી સંભળાય છે. પહેલાં પગ થંભે ત્યારે મનાય.
“નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.”
આ તે કંઈ વચન છે ! “તો પરિભ્રમણદશા ટળે છે ! – આટલો વિચાર કર્યો નથી. આ વિશ્વાસ અને પ્રતીતિ કેમ આવે ? કંઈનું કંઈ સાંભળે, બીજી વાતો સાંભળે; પણ આ આત્માની વાત સાંભળે નહીં.
મુમુક્ષુનિજમાં નિજબુદ્ધિ શી રીતે થાય ?
પ્રભુશ્રી—અણસમજણનું દુઃખ છે, ત્યાં કડાકૂટો છે. વાત તો ઓળખ્યાની છે. પરિણામ આવ્યું, ઓળખે છૂટકો છે. - મુમુક્ષુ–ભક્તિ વગર જ્ઞાન થાય ? ભક્તિથી તો થાય. દુકાનદારને પૈસા આપે તો માલ આપે જ. વળી લહાણી તો મફત મળે છે; તેમ જ્ઞાન મફત મળે કે નહીં ?
[પછી પ્રભુશ્રીએ બધાને પૂછ્યું અને ચર્ચા કરાવી] પ્રભુશ્રી અપેક્ષાએ બધી વાતોની “હા, ના” હોય; પણ એમ નહીં. વાત આમ છે : દાન દે છે તે કોણ લે છે? ત્યાં હાજર હોય તે લે છે. અહીં બેઠા તો સાંભળ્યું. ભક્તિ છે તે વચન છે. ત્યાં લેવાય છે, લે છે. હોય તે ખાય છે. ભક્તિ છે તે ભાવ છે. અહીં બેઠો હોય તે સાંભળે. બીજો તો પૂછે કે શું શું હતું? એવી રીતે દાતાર હોય ત્યાં જાય, ને જાગે તે લે છે અને ઊંઘતો લઈ શકે નહીં.
ભક્તિ એ શું છે ? એ જ પુરુષાર્થ છે. જેમ તેમ નથી. એક આત્મા છે અને એક મડદું છે. મડદું સાંભળે નહીં. ભક્તિ એ આત્મા છે. ઇચ્છે તો છે, નહીં તો નહીં. આ વાત કહી શકાય તેવી નથી. ભાગ્યશાળીને સમજાય છે. કાન ઘરે તેનું કામ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org