________________
૧૫૨
ઉપદેશામૃત આ આત્મા, આ ય આત્મા. વૃષ્ટિ ક્યાં ? માત્ર વૃષ્ટિની ભૂલ છે.
(૧૨)
તા. ૯-૧૨-૩૧ જગત મિથ્યા છે, જગત સંસાર છે.
આત્મા સત્ય છે. તે જાણ્યો કોઈએ નથી. જે જાણ્યો એમ કહે તે મિથ્યા છે અને અહંકાર છે. માટે જે મેં જાણ્યું છે તે ખરું છે એમ નહીં, પણ જ્ઞાનીએ જાણ્યું તે સત્ય છે.
ખોટું ગ્રહણ થયું છે, તેથી આને બોઘ જોઈએ છે.
(૧૩)
તા. ૧૦-૧૨-૩૧ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. આપણે તપાસો આ જીવના રાગાદિ ગયા છે કે કેમ છે ? આમ છે તે જે જ્ઞાનીના ગયા છે તેનું માનવું.
બીજા બોલે છે તે સારું લાગે; તો પણ ખોટું છે તે કેમ? મારામાં ક્રોઘ નથી, માન મૂકીને કહું છું, એમ કહે છે તે સાચું કે કેમ ?
ભોમિયો નથી,
સુરત, તા. ૧૨-૬-૩૪ વૃત્તિને રોકવી. શ્રી જ્ઞાનીએ જડ અને ચૈતન્યની વ્યાખ્યા આમ કરી છે :
“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ;
કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” આમાં જડ-ચેતન્યની ઓળખાણ કરાવી છે.
જડ – એ પુદ્ગલ છે. તેના પરમાણુ છે. તેના પર્યાય છે. તેને જ્ઞાની જાણે છે. જડ છે તે સુખ દુઃખ જાણે નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય જડના પણ છે. કર્મ એ જડ છે.
આત્મા - તેને જીવ કહેવાય છે. ચૈતન્ય શક્તિ કહેવાય છે. જાણે છે, દેખે છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. દ્રવ્ય, ગુણ, પર્યાય આત્માના પણ છે. તેને જાગ્યે ભેદજ્ઞાન થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે એ ભેદજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org