SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે તેને તીર્થકર કહેવાય. દરેક આત્મા જેને કેવળજ્ઞાન ઉપજે છે તે નિર્વાણ પામી સિદ્ધ થઈ બિરાજે છે. તીર્થકર નિર્વાણ પામીને સિદ્ધ થાય છે. (જુઓ પ્રશ્ન ૯૮૬) ૨૦૩ પ્ર. તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તે નિરાગી છે ? ઉ. તીર્થકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેવા માટે તેઓને અવશ્ય તેમ કરવું પડે છે. ત્રીજે ભવે એવી ભાવના કરે કે આ જીવો કર્મથી બળી રહ્યા છે તેઓને હું તારું. એવી ભાવના કરવાથી જિનનામકર્મ બંધાય છે. ૨૦૪ પ્ર. કેવી ભાવના ભાવે તે તીર્થકર ગોત્ર અથવા તીર્થંકર પદ બાંધે? ઉ. પુણ્ય પ્રકૃતિમાં સર્વોત્તમ પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ છે. સેળ કારણ ભાવનાઓનું ફળ તીર્થંકરપણું છે. સોળ કારણભાવના જેને પ્રગટ થાય તે નિયમથી તીર્થંકર થઈને સંસાર સમુદ્ર અવશ્ય તરી જાય. એવો નિયમ છે. જે સેળ કારણ ભાવના ભાવે તે કુગતિમાં ન જાય. સોળ કારણ ભાવનાઓ પ્રાપ્ત થાય પછી ત્રીજે ભવે નિર્વાણ થાય જ. ૨૦૫ પ્ર. સોળ કારણ ભાવનાઓ સમજાવો. ઉ. ૧. દર્શન વિશુદ્ધ ભાવના :- ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન અને શંકા, આકંક્ષા આદિ આઠ દેશો એ સમ્યફદર્શનને મલિન કરનારા કુલ પચીસ દે છે, તેને દૂરથી જ ત્યાગ કરે. (જુઓ પ્રશ્ન-૧૨૯૩, ૧૨૯૫, ૧૨૯૭, ૧૩૦૦). ૨. વિનય ભાવના :- (જુઓ પ્રશ્ન-૧૨૯૬). ૩. નિર્દોષ (અતિચારરહિત) શીલ પાળવું. શીલ એટલે આત્માને સ્વભાવ. તેને નાશ કરનારાં હિંસા આદિ પાંચ પાપ છે. તેમાં કામ સેવન સર્વ પાપને પુષ્ટ કરે છે. કામ અનંગ છે. એટલે એને અંગ નથી. એટલે મનમાં જન્મે છે. કામથી બોટ દપ એટલે ગર્વ ઉપજે છે તેથી તેને કંદર્પ કહેવાય છે. ૪. જ્ઞાને પગ :- સંકલ્પ-વિકલ્પ સંસારમાં ડુબાડનારા છે તેથી દરેક ક્ષણે જ્ઞાને પગમાં રહેવું. જીવ સમયે સમયે મરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy