________________
Gર.
૫. સંગ ભાવના :- સંસાર, શરીર અને ભેગ પ્રત્યે વૈરાગ્યરૂપ
સંવેગરૂપ ભાવના ચિંતવવી. ૬. દાન :- આત્માને ઘાત કરનારા લોભાદિ ચાર કષાયોને અભાવ
કરી આહાર, ઔષધ, જ્ઞાન અને અભયદાન એમ ચાર પ્રકારનાં
દાન આપવામાં પ્રવૃત્તિ કરવી. ૭. તપ :-અંતરંગ અને બહિરંગ પરિગ્રહ તજીને સમસ્ત ઈચ્છાઓને
અભાવ કરી તપ કરવું. ૮. સમાધિ - રાગાદિ દે દૂર કરી વીતરાગરૂપ સમાધિ કરવી.
૯. વૈયાવૃત્ય :- દશ પ્રકારે વૈયાવૃત્ય કરવી. ૧૦. અહંત ભક્તિ કરવી. ૧૧. આચાર્ય ભક્તિ કરવી. ૧૨. ઉપાધ્યાય પરમેષ્ઠી પ્રત્યે બહુભક્તિ ધારણ કરવી તે બહુશ્રુત ભક્તિ છે. ૧૩. આગમનું શ્રવણ, પઠન, પ્રવર્તનમાં ચિંતવનરૂપ ભક્તિ વડે પ્રવર્તવું
તે પ્રવચન ભક્તિ છે. ૧૪, છ આવશ્યક. (જુએ પ્રશ્ન-૧૦૭૫) ૧૫. પ્રભાવના - જિનમાર્ગની પ્રભાવનામાં નિત્ય પ્રવર્તન કરવું. ૧૬. વાત્સલ્ય ભાવના - આ વાત્સલ્ય અંગ સમસ્ત અંગમાં પ્રધાન છે.
દુર્ધર મોહ તથા માનને નાશ કરનાર છે. વાત્સલ્ય ગુણધારકને દેવ નમસ્કાર કરે છે. તેને અનેક ઋદ્ધિ, સિદ્ધિ, લબ્ધિઓ પ્રગટે છે. યશ પામ, ધન કમાવું, ધર્મ પામવો વગેરે આ ભવનાં
કાર્ય પણ વાત્સલ્ય વડે જ બને છે. ૨૦૬ પ્ર. તીર્થકર આવી ગર્ભમાં ઉપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર
પછી દેવતાઓ જાણે કે આ તીર્થકર છે? અને જાણે તો શી રીતે ? ઉ. સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ “અવધિજ્ઞાનથી”
તીર્થકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી “જન્મથી” તીર્થકર અવધિજ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિએ તેમાં નહિ દેખાવાથી તે સમ્યજ્ઞાની દેવતાઓ તીર્થકરને ઓળખી શકે છે.
સકળસંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org