SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૫ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે દેહને સંબંધ છે. મ્યાન પ્રત્યે તલવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે આત્માને સંબંધ છે. ૦ સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ છે ? ભય છે ? ખેદ છે ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ણ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિ : શાંતિ: શાંતિ : ૦ આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. ૧૦ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મ છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. છે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. 9 જેમ મેળામાં ભેળા થયેલા લેકે મેળા વીખરવાની ફિકર કરતા નથી તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું મને પણ આ શરીર પર્યાય છૂટવાની ફિકર કરવી તે ઉચિત નથી. -૦ જગતને કર્તા હર્તા કોઈ નથી. સવ સંગ સ્વભાવથી જ મળે છે અને સ્વભાવથી વીખરાય છે. તેવી જ રીતે આ શરીરનો સંગ પણ સ્વભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વિખરાશે. મારો રાખે રહેશે નહિ, અને વિખેર્યો વિખરાશે નહિ, તે પછી તેના વિયોગની ફિકર મારે શા માટે કરવી જોઈએ ? થવાનું હશે તે થયા કરશે. ૦ હું ચૈતન્ય જ્ઞાયક સ્વભાવને કર્તા, ભોક્તા, અનુભવી અને જ્ઞાનમય છું. મારો જ્ઞાયક સ્વભાવ અવિનાશી છે અને આ શરીર નાશવંત છે. શારીરને નાશ થવા છતાં પણ મારા સ્વભાવનો નાશ થતો નથી. માટે મારા શરીરની ચિંતા કરવી અનુચિત છે. ૦ વિચાર કર કે આ શરીર કેનું કોનું છે ? તત્ત્વદષ્ટિથી જોતાં તે કેઈનું નથી. કારણ કે તેને રોકવા કોઈપણ સમર્થ નથી. માટે કુટુંબ સંબંધીઓના ભમ:વભાવને પરિત્યાગ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy