SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૧ છે કે તે નિયમિત ક્રમમાં થાય છે. જે દ્રવ્યની, જે પર્યાય, જે કાળે, જે નિમિત્ત અને જે પુરુષાર્થપૂર્વક, જેવી થવાની છે, તે દ્રવ્યની, તે પર્યાય, તે જ કાળે તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થપૂર્વક, તેવી જ થાય છે, અન્યથા નહિ–એ નિયમ છે. “જો જે દેખી વીતરાગને, સો સે હસી વીર રે; બિન દેખે હસી નહિ કહી, કાહે હોત અધીરા રે.” ૧૭૧૩ પ્ર. સર્વજ્ઞતા અને ત્રિકાળજ્ઞતા કયા પ્રમાણોથી સિદ્ધ થાય છે ? ક્રમબદ્ધ પર્યાયની વાત કયા શાસ્ત્રમાં છે ? ઉ. ચારેય અનુગનાં શાસ્ત્રોમાં આ વાત છે. તીર્થકર ભગવાનના પ્રભા મંડળમાં ભવ્ય જીવને પોત પોતાના સાત-સાત ભવ દેખાય છે. તે સાત ભવમાં ત્રણ ભૂતકાળના, ત્રણ ભવિષ્યના અને એક વર્તમાન ભવ દેખાય છે. પ્રત્યેક ભવ્યના ઓછામાં ઓછા ભવિષ્યના ત્રણ ભવ રહે જ છે, નહિ તે તે દેખત કેવી રીતે ? ત્રણ ભવનું આયુષ્ય નિશ્ચિત એક સાથે બંધાઈ શકતું નથી. તેથી એમ પણ નથી કહી શકાતું કે આયુષ્ય કર્મ બંધાઈ જવાથી ભવ નિશ્ચિત થઈ ગયા હતા. આથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે તે પહેલેથી જ નિશ્ચિત રહે છે, થતા નથી. ભગવાન નેમિનાથે દ્વારકા બળવાની ઘોષણા બાર વર્ષ પહેલાં કરી દીધી હતી. સાથોસાથ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યા નિમિત્ત, કેવી રીતે અને ક્યારે, આ બધું બનશે. અનેક ઉપાય પછી પણ તે બધું તે જ રૂપે બન્યું. આદિનાથ ભગવાને મારીચિના સંબંધમાં એક ક્રોડાકોડી સાગર સુધી ક્યારે શું બનવાનું છે-એ બધું બતાવી દીધું હતું, કે તેઓ ચોવીસમા તીર્થંકર થશે. ત્યારે તે તેમને તીર્થંકર પ્રકૃતિને બંધ પણ થયે નહોતે. કારણ કે તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગયા પછી અસંખ્ય ભવ નથી થઈ શકતા. તીર્થંકર પ્રકૃતિ બાંધનાર તો તે જ ભવે, અથવા ત્રીજા ભવે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરી લે છે. પડતી વેળા પ્રથમથી, દરેક ફરશે દાવ; - મહારોગ ઉત્પન્ન થતાં, પ્રથમ પ્રગટશે તાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy