________________
૪૮૪
ઉ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રત દ્વારા છ દ્રવ્ય, પાંચ અસ્તિ
કાય, સાત તત્ત્વ અને નવ પદાર્થનું જ્ઞાન આવશ્યક છે. તે પ્રાપ્ત કરવા પરમાગમને અભ્યાસ કરવો બહુ અગત્યનું છે. આ
શાસ્ત્રાભ્યાસને વ્યવહાર સમ્યજ્ઞાન કહે છે. ૧૫૭૧ પ્ર. વ્યવહાર સમ્યજ્ઞાન માટે ક્યાં શાસ્ત્રોને અભ્યાસ કહ્યો છે.
ઉ. જિનવાણીમાં અનેક શાસ્ત્રને સંગ્રહ છે. ચાર અનુયોગેમાં તે
વહેંચાયેલું છે, જેને ચાર વેદ પણ કહેવાય છે. (૧) પ્રથમાનુયોગ અથવા ધર્મકથાનુયોગ : ધર્મકથાનુયોગમાં જીવન
ચરિત્ર વાર્તારૂપે આવે છે. તે વૈરાગ્ય થવા માટે છે. તેમાં જે મહાનપુરૂષ અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમનાં જીવનચરિત્ર હોય છે. જેમાં એક પુરુષ સંબંધી કથા હોય તેને ચારિત્ર કહે છે અને જેમાં ત્રેસઠ શલાકા પુરુષ સંબંધી કથા હોય તેને પુરાણ કહે છે. ચારિત્ર અને પુરાણ બનેને પ્રથમાનુગ કહેવામાં આવે છે. આ પ્રથમાનુયોગ ઉપન્યાસની (નવલકથાની જેમ કપિત અર્થનું વર્ણન ન કરતાં સત્ય હકીકતનું વર્ણન કરે છે તેથી તેને સતકથા કહે છે. તેના વાંચવાવાળા અને સાંભળવાવાળા જીને પુણ્ય બંધ થાય છે તેથી તેને પુણ્ય કથા કહે છે. સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્ય કથનમાં જોડાય નહિ તેથી જેમ બાળકને પતાસાના આશ્રયે ઔષધ આપીએ છીએ તેમ સરાગી ભેગાદિકથનના આશ્રયે ધર્મમાં રુચિ કરાવે છે. મન જે કષાયી થઈ ગયું હોય તે
ધર્મકથાનુયોગ” વિચાર યોગ્ય છે. પ્રથમાનુયેગન ગ્રંથ, જિનસેનાચાર્ય કૃત આદિ પુરાણ તથા ગુણભદ્રાચાર્યકૃત ઉત્તરપુરાણ ઈત્યાદિ પુરાણ, ચારિત્રના અનેક ગ્રંથ છે. ' કરણાનુગ અથવા ગણિતાનુયોગ: કરણાનુગમાં કર્મ સંબંધી વાત આવે છે. તે વૃત્તિ સ્થિર થવા માટે છે. એમાં ચાર ગતિનું સ્વરૂપ તથા લેકનું સ્વરૂપ બતાવ્યું છે. જીવોની
કિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org