SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ ૩. દેશના લબ્ધિ : પુરુષને યોગ થાય, સપુરુષ કહે તે સમજવાનું મહામ્ય લાગે. (જુઓ પ્ર–૯૧૧). ૪. પ્રાયોગ્યલબ્ધિ . દેશનાને વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સિત્તેરે કોડાડીની કર્મ સ્થિતિ ઘટીને અંત:ક્રોડાક્રોડીની થઈ જાય. ૫. કરણલબ્ધિ : તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય. ૧૫૬૭ પ્ર. આત્મજ્ઞાન શાના વિના ન થાય ? ઉ. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ. આત્મજ્ઞાન અંતશુદ્ધિ વિના દઢ અને સ્થિર થઈ શકતું નથી. ત્રણ દોષને ટાળે તો અંતશુદ્ધિ થાય છે : ૧. મળદેષ ૨. વિક્ષેપ દોષ ૩. અજ્ઞાનદોષ. મળ દોષઃ અધર્મયુક્ત ભાવના થવી એ પાપવૃત્તિ છે અને પછી અનુકૂળ સંયોગ પ્રાપ્ત થતાં પાપાચરણ થાય છે તે મળ દોષ વિક્ષેપદેષ : અનુકૂળ સંગેના અભાવમાં કે તેની વિશેષ પ્રાપ્તિની દોડધામમાં તેમજ અનુકૂળ સંગ ચાલ્યા ને જાય તેની ચિંતામાં શક્તિનું ચંચળપણું થાય છે, તેને વિક્ષેપણ કહે છે. અજ્ઞાનદેષ ઃ નિજ રવરૂપના જ્ઞાનને અભાવ તેમજ પર પદાર્થને પોતાના માનવા તેનું નામ અજ્ઞાન છે. ૧૫૬૮ પ્ર. શું કારણથી જીવનું વિચાળબળ પ્રવર્તતું નથી ? ઉ. અસત્સંગ તથા અસત્સંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી; એમાં કિંચિત્માત્ર સંશય નથી. ૧૫૬૯ પ્ર. અસત્સંગનું બળ શી રીતે ધટે ? ઉ, આરંભ, પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. • સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. ૧૫૭૦ પ્ર. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શરૂઆત કેવી રીતે કરવી જોઈએ ? જે પુણ્યની ઇચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે; પુણ્ય સદ્ગતિને હેતુ (જરૂરી છે, પરંતુ નિર્વાણ તે પુણ્યના ક્ષયથી જ થાય છે, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy