SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૧ સ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તે જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે ? જરૂર પ્રગટ થાય જ. જેને આત્માની ખરેખર રુચિ જાગે તેને ચોવીસે કલાક એનું એ ચિંતન, ઘેલન ને ખટક રહ્યા જ કરે. ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. જેમ કુતરાને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરી છે તેનું લક્ષ વારંવાર આત્મસન્મુખ ગયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે અને આમ છ માસ તે પ્રયત્ન કર ! વારંવાર અંતર્મુખને. પ્રયત્ન કરે તે જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. આત્મા સમજવા માટે કેટલીક તો એને રામની મંદતા હોવી જોઈએ. રાગની તીવ્રતામાં તે આત્મા સમજવામાં આવતું નથી. ૧૫ર૪ પ્ર. ધ્યાનમાં ચિત્તને સ્થિર કરવા માટે કયા સ્થાને મનને એકાગ્ર કરવું ? ઉ. ધ્યાન સમયે ચિત્તને સ્થિર કરવા માટે દશ સ્થાન કહ્યાં છેઃ (૧) નેત્રયુગલ, (૨) કર્ણયુગલ, (૩) નાસિકાગ્રભાગ, (૪) કપાળ, (૫) મુખ, (૬) નાભિ, (૭) મસ્તક, (૮) હૃદય, (૯) તાલુ, (૧૦) બે ભ્રમર વચ્ચેને મધ્યભાગ, તેમાં ક્યાંય એક સ્થાને મનને વિષય રહિત કરી સ્થિર કરવું ઉચિત છે. ૧૫ર ૫ પ્ર. ખરેખરું ધ્યાન ક્યારે અને કેને હોય છે ? ઉ. જ્ઞાનસ્વરૂપ (શુદ્ધ) આત્માને અનુભવ થયા બાદ સંભવે છે. તેના વિના ધ્યાનને સંભવ નથી. (તેના વિના ધ્યાનની પ્રવૃત્તિઓ અને વાત તરંગરૂપ છે.) સાચા ધ્યાનને વેગ મિથ્યાદષ્ટિ જીવને સંભવ નથી, તે તે માત્ર સમ્યગ્દષ્ટિ જીવને જ પ્રાપ્ત થાય છે. મિથ્યાદષ્ટિ જીવને સમાધિ દશા દેખાય પરંતુ તેને ખરેખર તે યથાર્થ ધ્યાનને સંભવ નથી કેમ કે મિથ્યાત્વથી પ્રહાયેલા છવને વિષે આ સ્વ અને આ પર એવો વિવેક જ બની શકતો નથી. સમાધિમાં સ્થિત થવા છતાં પણ જેને જ્ઞાનમય આત્માને પ્રતિભાસ થતો નથી, તો તેનું તે ધ્યાન ખરેખર ધ્યાન નથી, પરંતુ મોહરૂપ હોવાથી તે ધ્યાન આભાસ છે. એક વાર જે સમાધિમરણ થયું તે સવ કાળનાં અસમાધિમરણ ટળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy