________________
૪૦૭
ધર્મ, અને તે પણ શાઍક્ત હોય તે જ ધર્મ, સંપ્રદાયના આગ્રહ પ્રમાણે નહીં. પછી જિનમતમાં કહેલાં જીવાદિતોને વિચાર કર. પછી સ્વ-પરનું ભિનપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા. કારણ કે-એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે, ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપને વિચાર કર્યા કરો કારણ કે
એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. ૧૩૧. પ્ર. ઉપરના ચાર લક્ષણેમાંથી સમ્યફ ત્વનું મુખ્ય લક્ષણ કયું છે ?
તત્ત્વશ્રદ્ધાનું લક્ષણ મુખ્ય છે. તત્ત્વશ્રદ્ધાના લક્ષણમાં અન્ય લક્ષણે ગર્ભિત છે, અને તે તુરછ બુદ્ધિમાનને પણ ભાસે છે. પણ અન્ય લક્ષણોમાં તત્વાર્થ શ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન
હોય તેને જ ભાસે છે. ૧૩૧૨ પ્ર. જે જીવ વસ્તુસ્વરૂપને યથાર્થ નિર્ણય કરતા નથી તે તેની
સ્થિતિ કેવી થાય છે ? ઉ. પરવ્યના સ્વં ત્વની ઈરછાથી તેનું ચિત્ત સદા આકુલિત બની રહે
છે તથા પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી તેમાં રાગ-દ્વેષના કારણથી તેનું ચિત્ત સદા કલુષિત બની રહે છે. જેનું ચિત્ત ડામાડોળ તથા કલુષિત થઈ પરદ્રવ્યમાં જ ભટક્યા કરતું હોય, તેને સ્વદ્રવ્ય (પોતાના આત્મા)માં સ્થિરતા રૂપ ચારિત્ર ક્યાંથી થઈ શકે ?
ન જ થઈ શકે. ૧૩૧૨ ક. કેટલેક અભ્યાસ કરવો કે જેથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે ? ' ઉ. અગિયાર અંગેનું જ્ઞાન થઈ જાય એટલી રાગની મંદતા અભવ્ય
જીવને પણ હોઈ શકે છે. અગિયાર અંગેના જ્ઞાનને ક્ષયોપશમ વગર અભ્યાસે જ થઈ જાય, વિભંગ જ્ઞાન પણ થાય, અને સાત દ્વીપ સમુદોને પ્રત્યક્ષ જુએ, તે પણ આ બધું જ્ઞાન સમ્યગ્દર્શનનું
કારણ નથી. ૧૩૧૩ પ્ર. જો અગિયાર અંગવાળાને પણ સમ્યફદર્શન નથી થતું તે આત્માની
રુચિ વગર આટલું બધું જ્ઞાન કેવી રીતે થાય છે?
સાધુ બનવું સરળ છે, પણ સાધુ થવું મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org