SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. જેમ કેઈ ભાષાને વિદ્વાન તોતડું (કાલું) બોલતા હોય તે તેને ! ભાષા સંબંધી જ્ઞાન બરાબર હોવા છતાં પણ તેનું તતડાપણું ચાલુ રહેવા છતાં તેને ભાષા કેવી રીતે બોલવી જોઈએ તેનું જ્ઞાન ક્યાંય ચાલી જતું નથી. તેવી રીતે જ્ઞાનીને ભેદ વિજ્ઞાન થયા પછી પુણ્ય-પાપ અને વિષય-કષાયના ભાવ હોવા છતાં પણું અંદરનું ભેદ-જ્ઞાન નાશ થતું નથી. ૧૩૦૭ પ્ર. સમ્યગ્દર્શનને મહિમા કહે. શુદ્ધ સમ્યકત્વ આત્માનુભૂતિ જ છે. ત્રણ લાકમાં અને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કોઈ પ્રાણીઓને માટે કલ્યાણકારી નથી તેવી રીતે મિશ્યાદર્શનના જેવું બીજું કોઈ અહિતકારી નથી. એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતું હોય અને બીજી બાજુ ત્રણ લેકનું રાજ્ય મળતું હોય તો પણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે. આ સમ્યગ્દર્શન મહારત્ન છે. સર્વ લેકમાં અત્યંત શોભાયમાન છે. એને જ મેક્ષ પર્યત સુખ દેવામાં સમર્થ કહ્યું છે. ૧૩૦૮ પ્ર. સમ્યક્ત્વ જીવને શું કહે છે ? ઉ. સમ્યક્ત્વ છવને કહે છે કે મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈછા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવા પડે છે; માટે પ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મેક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તે પણ કામ આવવાની નથી. મારે તેને મેશે પહોંચાડવા એ મારી પ્રતિજ્ઞા છે. ૧૩૦૯ પ્ર. તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, આતનશ્રદ્ધાન અને દેવ-ગુરુ ધર્મનું શ્રદ્ધાન એમ ચાર સમ્યકત્વનાં લક્ષણે કહ્યાં છે તેમાં જીવા કયા લક્ષણને અંગીકાર કરે ? ઉ. પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. (સતદેવ એટલે તીર્થંકર; જેમ કે, સીમંધરસ્વામી, સત ગુરુ એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝુલતા પ્રત્યક્ષ. મુનિ. જે આવા ગુરુ ન મળે તે તેના બદલે બીજા કોઈને ગુરુ, માની ન બેસાય, નહિતર તે કુગુરુની માન્યતા થઈ એટલે મિથ્યાત્વ થયું. (જુઓ પ્રશ્ન-૧ર ૫૯ થી ૧ર ૬૨), અને સત ધર્મ એટલે જૈન આત્મામાં એકાકાર થવું, વીંટાઈ જવું એનું નામ વ્રત છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy