SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૦૪ ૮. અનુકંપા : બીજાનું દુખ પિતાનું સમજી તેને દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે. સમ્યફવી જીવ પિતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. સંતાકી રહે છે. અન્યાયથી ધન કમાવું પાપ સમજે છે. એવા કર્મો બાંધો નથી કે તે જીવનારકી અથવા તિર્યંચ થઈ શકે. ૧૩૦૩. પ્ર. પં. બનારસીદાસજીએ સમ્યફદષ્ટિ કોને કહ્યો છે ? ઉ. પં બનારસીદાસજીની ચારસે વર્ષ પૂર્વે રચિત પરમાર્થ વચનિકામાં સમદષ્ટિ કર્યું છે તે કહે છે. સંશય, વિમેહ અને વિશ્રામ આ ત્રણ ભાવ જેનામાં નથી, તે સમ્યફદષ્ટિ છે. સંશય, વિમોહ, વિભ્રમ શું છે? તેનું સ્વરૂપ દષ્ટાંતથી બતાવે છે. કોઈ ચાર પુરુષો ઊભા હતા. ત્યાં કોઈએ આવીને તેમને છીપલાને ટ્રક બતા; અને પૂછયું કે આ છીપ છે કે ચાંદી ? સંશયવાન પુરુષે કહ્યું કે આ છીપ છે કે ચાંદી તેની મને સમજ પડતી નથી. વિમેહવાન પુરુષ બોલ્યો કે છીપ કાને અને ચાંદી કોને કહેવાય તેની મને ખબર નથી. વિભ્રમવાન પુરુષ બોલ્યો કે આ તે પ્રત્યક્ષ ચાંદી જ છે તેને છીપ કોણ કહેશે ? ચોથા પુરુષે કહ્યું કે આ તે ચક્કસ છીપ જ છે, તેમાં કોઈ પ્રશ્ન જ નથી. તેવી રીતે દેહ અને આત્મા વચ્ચે આ સંવાદ ઊતારતાં સંશયવાન પુરુષ કહે છે દેહ જ આત્મ હશે; અથવા દેહથી ભિન્ન આત્મા હશે? આત્મા દેહની ક્રિયાને કર્તા હશે કે અર્તા ? પુણ્યથી ધર્મ થતો હશે કે નહિ ? વિગેહવાન પુરુષ કહે છે કે સ્વભાવ શું ? પરભાવ શું ? બંધ માર્ગ શું ? મોક્ષમાર્ગ શું ? તે જાણતા જ નથી. વિભ્રમ બુદ્ધિવાળે દઢતાથી બોલશે કે શુભરાગાદિ જ મોક્ષમાર્ગ છે. જ્યારે ધર્મો (સમ્યગ્દષ્ટિ) જીવ નિઃશંક જાણે છે કે સ્વ-પર તથા સ્વભાવ-પરભાવ સ્પષ્ટ ભિન્ન છે. શત્રિ ગુમાવી સુવતાં, દિવસ ગુમાવ્યું ખાય; હીરા જે મનુષ્ય ભવ, કડી બદલે જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy