SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ કરવાને ભાવ મનમાં ન લાવતાં અને પિતાની પાસે ઔષધ ઋદ્ધિ ન હોવા છતાં શરીર પ્રત્યે નિસ્પૃહ રહીને “પૂર્વના કરેલાં પાપનું આ ફળ છે” એને ભેગવીને ઋણ મુક્ત થવા માટે રોગને પ્રતિકાર ન કરતાં તેને સહન કરી લે છે. ૧૨૩૫ પ્ર. સંસારમાં માત્ર વૈરાગ્યને જ અભય કેમ કહ્યો છે? ઉ. ભર્તુહરિ ઉપદેશ છે કે ભોગમાં રોગને ભય છે; કુળને પડવાને ભય છે; લક્ષ્મીમાં રાજને ભય છે; માનમાં દીનતાને ભય છે, બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદને ભય છે; ગુણમાં ખળને ભય છે; અને કાયા પર કાળને ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. ૧૨૩૬ પ્ર. જે જીવને સંસારને છેડો આવી લાગ્યું હોય તેવા જીવનાં લક્ષણે કેવો હોય ? - ઉ. ઈન્દ્રિય વિષયોથી વિરતિ, પરિગ્રહને ત્યાગ, કષાયોનું દમન, રાગ દેષની શાંતિ, યમ-નિયમ, ઇન્દ્રિયદમન, સાત તને વિચાર, તપશ્ચરણમાં ઉદ્યમ, મનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ, જિન ભગવાનમાં ભક્તિ અને પ્રાણીઓ ઉપર દયાભાવ આ સર્વે ગુણે જે જીવને સંસારરૂપ સમુદ્ર કિનારે સમીપમાં આવી ગયું છે તેવા પુણ્યાત્માને પ્રાપ્ત થાય છે. ૧૨૩૭ ક. સંસાર કેને કહેવો ? પત્ની-પુત્ર-પરિવાર તે જ સંસાર છે ને? ઉ. પત્ની-પુત્ર-પરિવાર તે સંસાર નથી. સંસાર તે પોતાની પર્યાયમાં જે મેહ–રાગ-દ્વેષરૂપ વિભાવભાવ છે તે છે. જે પત્ની-પુત્ર-આદિ સંસાર હોય તે પરલોકગમનના સમયે દેહ-પત્ની-પુત્ર-આદિ બધું અહીં જ પડી રહે છે તે શું તેને સંસાર મટી જશે અને મેક્ષ થઈ જશે ? પત્ની-પુત્ર આદિ સંસાર છે જ નહીં. પિતાના આત્માની મહિમા ભૂલીને બીજાના કર્તુત્વને ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગદેષરૂપ ભાવ છે તે જ સંસાર છે. વીતી તાહી વિસાર દે, આગલકી શુધ લે, જે બની આવે સહજમેં તાહીમેં ચિત્ત દે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy