SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩eo રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકવાવાળી છે. મુનિની આંતરિક દશા એવી ઉદાસીન હોય છે કે વસ્ત્રને ગ્રહણ કરવાને વિક૯પ જ ઊઠતા નથી. વસ્ત્ર રાખવાને વિક૯૫ તે ત્રણ કષાયના અભાવરૂપ મુનિદશાની શુદ્ધિની સાથે રહી શકતો નથી, સુસંગત નથી. (જૈન ધર્મના કોઈ પણ સંપ્રદાય, ગ૭ અથવા આમનાયમાં ભગવાન મહાવીરને વસ્ત્ર સહિત માનવામાં આવતા નથી. તેઓ વસ્ત્ર રહિત જ હતા તેમ સર્વમાન્ય છે.) ૧૨૧૬ પ્ર. દિગંબર મત પ્રમાણે સ્ત્રી દીક્ષા લઈ મુનિ પણું સ્વીકારી શકે ? ઉ. સ્ત્રીની નિમાં, સ્તનમાં, નાભિમાં અને બગલમાં, દષ્ટિને અગોચર સૂક્ષ્મકાય જીવોની ઉત્પત્તિ કહી છે. તેથી સ્ત્રીઓને પ્રવૃજ્યા (દીક્ષા) કેવી રીતે હોય ? અર્થાતું ન હોય. ૧૨૧૭ પ્ર. પાંચ મહાવત સાધુને હોય છે તેમાં કાંઈ અપવાદ કહ્યો છે ? ઉ. પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઊતરવી વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઊતરવાથી જે બંધ છવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચમહાવ્રતની હાનિને પ્રસંગ આવશે, એવું દેખી તે દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમજ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે. તથાપિ તે ઉપરાંત જે અનાર્યક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચારવાને અપવાદ કહ્યો છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહ વિરમણવત રહી શકે નહિ; તથાપિ દેહના શાતાર્થને ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટાળતાં સુધી વસ્ત્રને નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકને સંબંધ જિને ઉપદેશ્ય છે. મૈથુન ત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવો જિનને પ્રભુ પદ દઢ મને રાખીને, કર વિરતિ વિવેક વધારીને, તરે સૌ વેવારઃ આ સંસાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy