SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું” તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુકલ્પના, આત્માર્થી નહિ જોય. જૈન દર્શન સિવાય તે બીજામાં મુનિ છે જ નહીં. ૧૨૦૫ ,, મુનિને ક્ષાત અને દાત કેમ કહે છે ? ઉ. ક્ષાન એટલે સહિષ્ણુ અને દાન્ત એટલે દમિતેન્દ્રિય (ઈન્દ્રિયને દમન કરનાર). ૧૨૦૬ પ્ર. યતિ કોને કહે છે ? ઉ, સંસારને પાર પામે તે યતિ (જાતિ). ૧૨ ૦૭ પ્ર. યોગી કોને કહે છે ? ઉ. ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી, સર્વોત્તમ યોગી તે એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે “સત્ જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે. ચૈતન્ય સાથે યોગ કરે અથવા ચૈતન્ય સાથેના યોગની સાધના કરે, તે ગી. ૧૨૦૮ પ્ર. ભલે પ્રકારે ચારિત્ર પાળનારા સાધુઓનાં નામ કહે. ઉ. (૧) આત્માને તપથી પરિશ્રમ કરાવનારા શ્રમણ (૨) ઈન્દ્રિય અને કષાયને રોકનારા સંયત (૩) રિદ્ધિઓ પ્રાપ્ત કરનારા ત્રષિ (૪) સ્વપર પદાર્થના જ્ઞાતા મુનિ (૫) રત્નત્રયને સાધનારા સાધુ (૬) રાગદ્વેષ રહિત વીતરાગ (૭) સર્વ કલ્યાણ પ્રાપ્ત ભંદત (૮) ઈન્દ્રિય- વિજ્યા દાંત ૧૨૦૯ પ્ર. મુનિવરોના કેટલા પ્રકારે ભેદ કહ્યા છે ? ઉ. મુનિવરના દશ ભેદ કહ્યા છે. - ૧. આચાર્ય : સમ્યફ઼જ્ઞાન આદિ ગુણેના ધારક આચાર્ય કહેવાય છે. જેમની પાસેથી મોક્ષ અને સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર વ્રતધારી આચરણ કરીએ તે આચાર્ય. નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુ:ખ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy