________________
૩૬o
૧૧૮૨
ઉ. બંધાદિના ભયથી વા સ્વર્ગ–મોક્ષની ઈચ્છાથી અજ્ઞાની જીવ ક્રોધા
દિક કરતો નથી, પણ ત્યાં ધ, માન આદિ કરવાને અભિપ્રાય તે ગયે નથી. જેમ કેઈ રાજા આદિના ભયથી વા મટાઈ–આબરૂપ્રતિષ્ઠાના લેભથી પરસ્ત્રી સેવતા નથી તે તેને ત્યાગી કહી શકાય નહીં; તે જ પ્રમાણે આ પણ ઠેધાદિને ત્યાગ નથી. તો કેવી રીતે ત્યાગી હોય કે જે પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે, પણ જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કેઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિક ઊપજતા નથી, અને ત્યારે જ સાચા ક્ષમાદિ થાય છે.
કેટલા પરિષહે કહ્યા છે ? ઉ. માર્ગથી મૃત ન થવા અને કર્મ ખપાવવા માટે જે સહન કરવા
યોગ્ય છે તે પરિષહ. પરિષહ ૨૨ છે. નીચે લખેલા બાવીસ પરિષહો આવી પડે તે શાંતિપૂર્વક સહન કરવાં: (૧) સુધા, (૨) તૃષા, (૩) ઠંડી, (૪) ગરમી, (૫) દંશમશક-ડાંસ, મચ્છર, આદિ જીવોથી થતી બાધા, (૬) નમ્રતા, (૭) અરતિ, (૮) ત્રી, (૯) ચર્ચા ચાલવાને, (૧૦) નિષદ્યા-બેસવાને, (૧૧) શા, (૧૨) આક્રેશ–ગાળ, (૧૩) વધ, (૧૨) યાચના-જરૂર પડયે માગવાના અવસરે પણ ન માંગવું જોઈએ, (૧૫) અલાભ-ભજનને અંતરાય થાય તે પણ સંતોષ (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કારપુરસ્કાર, આદર-નિરાદર, (૨૦) પ્રજ્ઞા-શાનને મદન કરે, (૨૧) અજ્ઞાત-અજ્ઞાન હોવા છતાં ખેદ ન કર, (૨૨) અદર્શન–શ્રદ્ધા બગાડવી નહિ. તે બાવીસે પરિષહને ચાર કર્મ પ્રકૃતિમાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મના ઉદયથી જ થાય છે. જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ થાય છે. દર્શનમોહ અને અંતરાય કમથી અનુક્રમે અદર્શન અને અલાભ પરિષહ થાય છે. ચારિત્રમેહથી નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર પરિષહ થાય છે. બાકીના બધા વેદનીયથી થાય છે.
તીર્થ = તરવાનો માગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org