SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ . ૩૪૭ ૧૧૩૮ પ્ર. રાગ-દ્વેષનાં પરિણામ જીવને કર્મને ઉદયથી થાય છે કે તે જીવને પિતાને વિકાર છે ? ઉ. પર નિમિત્ત જીવને રાગાદિ કરાવતા નથી, અશુદ્ધ ઉપાદાનથી જીવ પિતે જ રાગાદિની પર્યાય કરે છે. નિશ્ચયથી વિકાર જીવને જ છે. તેમ નિશ્ચયને લક્ષમાં રાખીને તે વખતે નિમિત્તને સહચર દેખીને પ્રમાણથી બેનું જ્ઞાન કરાવે છે. પરની અપેક્ષા રાખ્યા વિના જ પોતાના ઊંધા પુરુષાર્થથી પિતાની પર્યાયમાં (રાગાદિ) થયાં કરે છે. ૧૧૪૦ છે. જે રાગ-દ્વેષ નથી, તે અન્ય મત બૂરા અને જૈન મત ભલે, એમ કેવી રીતે કહે છે ? જે સામ્યભાવ હોય તો સર્વને સમાન જાણો, મતપક્ષ શા માટે કરે છે ? ઉ. બૂરાને બૂરે કહીએ તથા ભલાને ભલે કહીએ, એમાં રાગ-દ્વેષ શો કર્યો ? બૂરા-ભલાને સમાન જાણવા, એ તે અજ્ઞાનભાવ છે, પણ કાંઈ સામ્યભાવ નથી. માટે જેમાં વીતરાગભાવનું જ પ્રોજન છે, એવો જનમત જ ઈષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય મતે અનિષ્ટ છે, તેને સમાન કેમ મનાય ? ૧૧૪ પ્ર. શાસ્ત્રમાં સમભાવને અર્થ શું છે? ઉ. મોહ-ક્ષોભ અથવા રાગ-દ્વેષ મેહ રહિત જે આમાનાં પરિણામ છે તે જ સમભાવ છે, તે જ ચારિત્ર છે. જેનાથી આશાઓ શીવ્ર નાશ પામે છે. અવિદ્યા-અજ્ઞાન ક્ષણમાં ક્ષય થઈ જાય છે અને ચિત્તરૂપી સર્પ મરણ પામે છે, તે સમભાવના છે. ૧૧૪૨ પ્ર. જાત્રાએ જવાને હેતુ શું છે ? ઉ. જે જે સ્થાનમાં મહાપુરુષો વિચર્યા છે તે સ્થાને માં જવું તે જાત્રા જાત્રા એટલે જીવવું પણ થાય છે. જાત્રાએ જવાનો હેતુ એક તે એ છે કે ગ્રહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સે બસ રૂપિયા ઉપરથી મૂછ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ પુરુષ એજી રાજા, ચારણ, વાણિયે ને ચોથી નાની નાર, એટલાને ભક્તિ ઉપજે નહિ, અને ઉપજે તે બેડો પાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy