SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના અશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું એશ્વર્ય તેથી અનંતગુણ મહત સંભવે છે. ૩૪ પ્ર. બુદ્ધ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી કહેવાય ? ઉ. તેનાં શાસ્ત્ર સિદ્ધાંતને આશ્રયે. જે પ્રમાણે તેમના શાસ્ત્રસિદ્ધાંત છે, તે જ પ્રમાણે તેમને અભિપ્રાય હોય તે તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. તેમના અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે. સંપૂર્ણ જ્ઞાન જ ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા - સંભવિત નથી. જ્યાં તેમ હોય ત્યાં સંસારને સંભવ છે. એટલે કેવળ મેક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી. :૩૫ પ્ર. દુનિયાની છેવટ શી સ્થિતિ થશે? દુનિયાને પ્રલય છે ? ઉ. કેવળ મેક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાને નાશ થાય, તેવું બનવું પ્રમાણરૂપ લાગતું નથી. આવાને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા જોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથવી એ અર્થ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તે કઈને અભિપ્રાયમાં તે વાતને સ્વીકાર છે, પણ સંભવિત લાગતું નથી, કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એ યોગ બને ? (અર્થાત ન જ બની શકે.) ૩૬ પ્ર. માંસાહારી કેમ કે લેકના ત્યાં અથવા તેમની સાથે બેસીને અન્ની હારાદિનું ગ્રહણ કરવું યોગ્ય છે? જ્ઞાતિભેદનું કાંઈ વિશેષપણું છે ? ઉ. માંસાહારી લેકેના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકે છે, તથા તેવા પદાર્થો લેવાય દેખાય છે, ત્યાં રહેવાને તથા જવા આવવાને પ્રસંગ ન થવા દેવા જોઈએ. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે, તેમજ અભજ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy