SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ગણુધરાદિક શા માટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે. તપ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાનું તપ તે બંને અકાર્ય છે. તેથી, જેનામાં જ્ઞાન અને તપ સંયુક્ત હોય તેને જ નિર્વાણ પ્રાપ્ત થાય. (જુઓ પ્રશ્ન-૯૩૯). ૧૦૩૦ પ્ર. ચારિત્રનું લક્ષણ (સ્વરૂ૫) શું છે ? ઉ. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે, અથવા પોતાના સ્વભાવમાં પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. ૧૦૩૧ અ. નિશ્ચયનયથી સમ્મચારિત્ર કેને છે ? ઉ. જ્ઞાન તથા શ્રદ્ધા સહિત પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, રાગદ્વેષ, મોહના વિકલ્પોથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્યફચારિક છે. ચારિત્ર વિના શ્રદ્ધા અને જ્ઞાન ઈચ્છિત ફળને આપી શક્તાં નથી. આત્મામાં રમણતા એ મુક્તિનો માર્ગ અને જૈન સિદ્ધાંતને સાર છે. આ સ્વાનુભવને જ ધર્મધ્યાન તથા શુકલધ્યાન કહે છે. તેને શુદ્ધ વેગ કહે છે. તેને કારણસમયસાર કહે છે. ૧૦૩૨ પ્ર. નિશ્ચય સમ્યફચારિત્રને સહજ ઉપાય બતાવે ? ઉ. નિશ્ચય સમ્યફચારિત્ર અથવા આત્માનુભવની પ્રાપ્તિને એક સહજ ઉપાય એ છે કે વિશ્વને અથવા સ્વરૂપને વ્યવહારનયથી જોવાનું બંધ કરી નિશ્ચયનયથી દેખવામાં આવે, તે નિશ્ચયનયથી દષ્ટિમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ એ દ્રવ્ય પૃથક પૃથક પિતા પોતાના મૂળ સ્વભાવમાં જ દેખાશે. પુદ્ગલનાં રૂપ શુદ્ધ પરમાણુરૂપે દેખાઈ આવશે; મકાન, વસ્તુ, વાસણ, આદિ અવસ્થાઓ બિલકુલ દેખાશે નહિ. સર્વે જીવો શુદ્ધ પરમાત્મા સમાન દેખાશે, આ દૃષ્ટિથી જોવાથી રાગ દ્વેષની ઉત્પત્તિનાં સર્વ કારણે દૂર થશે. મોટા નાના, ઊંચા નીચા, મિત્ર શત્ર, સ્ત્રી પુરુષ, માનવ પશુ એ સર્વ કલ્પનાઓ દૂર થઈ જશે. પરમ સમતાભાવ જાગૃત થશે. સમદષ્ટિ જ્ઞાતા આત્મા કેવળ પિતાના આત્માની તરફ ઉપયુક્ત થઇ, નિર્વિક૯પતા આવી, સ્વરૂપમાં સ્થિરતા જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ જોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy