SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૨ માટેના દાગીને તથા કપડાં રહે છે. સાધારણ માણસને તો જેવા • પણ ન મળે તેવા માનસ્તંભમાં રત્નનાં મોટાં શીકાં હોય છે. તેમાં પટારા હોય છે ને ભરતક્ષેત્રના તીર્થકરો જન્મે ત્યારથી દીક્ષા લે ત્યાં સુધી તેમને માટે વસ્ત્ર, દાગીના તે સ્વર્ગમાંથી ઈન્દ્રો લાવે છે. એરાવત ક્ષેત્રના તીર્થકરો માટે દાગીના, વસ્ત્ર બીજા દેવલોકના માનસ્તંભમાં રહે છે, ને ત્યાંથી દેવ લાવે છે.. મહાવિદેહના તીર્થ કરો માટે દાગીના વગેરે સનતકુમાર ને માહેન્દ્ર દેવલોકના દેવો લાવે છે. વળી માનસ્તંભ માનીઓનાં માન ગાળવામાં નિમિત્ત છે. તેને જોઈને જીવો વિચારે કે આ વૈભવ જેને છે તે આત્મા કેવો ? વર્તમાન ભારતમાં પણ ઘણી જગ્યાએ માનસ્તંભ છે. માનસ્તંભ તે કિર્તીસ્થંભ નથી પણ ધર્મસ્તંભ છે, તેને દેખતાં જ મિથ્યાદષ્ટિનાં માન ગળી જાય છે. (જુ. પ્ર.૯૯૩) ૧૦૦૮ પ્ર. દુઃખી જીવને દુ:ખથી છૂટકારો કરવા કેઈ તેને ગોળીથી ઠાર કરે તો ? ઉ. તે તે હિંસા જ છે; ને અહિંસા ધર્મના સ્વરૂપની તેને ખબર નથી.. ૧૦૦૯ પ્ર. સિંહ–સર્પ–વીંછી વગેરે પ્રાણીઓને મારવા તે શું છે? ઉ. તે પણ હિંસા જ છે. ૧૦૧૦ પ્ર. બીજા જીવોનું મરણ કે જીવન આ જીવ કરી શકે છે ? ઉ. ના, તેનું જીવન-મરણ તેના આયુને આધીન છે. ૧૦૧૧ પ્ર. બધા જીવોથી મિત્રીભાવ રાખવો તે શુભરાગ છે ને? - ઉ. બધા આત્માઓ સિદ્ધ સમાન છે, કોઈ પ્રત્યે રાગષ નહિ, એ મૈત્રીભાવ તે જ્ઞાતા દષ્ટારૂપ ભાવ છે, શુભરાગ નથી. ૧૦૧૨ પ્ર. પરવસ્તુના કારણે જીવથી હિંસા થાય છે ? ઉ. ના; જીવના પિતાને કષાયભાવથી જ હિંસા થાય છે. ૧૦૧૩ પ્ર. હિંસામાં કાણું હણાય છે ? ઉ. જીવના પોતાના ચૈિતન્યપ્રાણ હણાય છે. મૂકી દે આ દેહની વેઠ, પહોચવું હોય જો તારે ઠેઠ, તુ સેવક અને તું જ છે, સમજીને હવે સ્વમાં પેઠ, | | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy