SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ તે હોતા નથી, તેથી નકાર મંત્રમાંથી “એ” શબ્દ કાઢી નાખવો જોઈએ ? ઉ. અનાદિ નિધન મંત્રમાંથી શબ્દ કાઢી નાખવાની વાત તે ભયંકર અપરાધ છે. કેવળી મુદ્દતની અપેક્ષાથી અરિહંતની સ્થિતિ સંપૂર્ણ લેકમાં હોય છે. આ બતાવવા માટે નમો લોએ સવ્વ અરિહંતાણું યોગ્ય છે. ૯૮૪ પ્ર. “નમો લોએ સવ્વ સાહૂણું”માં “સવ'ના અર્થમાં તે જૈન અને જૈનેતરના બધા સાધુઓ આવી જાય ને ? ઉ. જેને અંદરમાં આત્મજ્ઞાન સહિત ત્રણ કષાયને અભાવ પરિણમત હોય, સંપૂર્ણ પરિગ્રહરહિત હોય, નિવિકાર દશા હોય તે જ ફકત “સાહૂણું” પદમાં આવે છે. જે પરિગ્રહસહિત છે તે વીતરાગના માર્ગમાં સાધુ કહેવાતું નથી. જેને અંતરંગ શુદ્ધ ભાવલિંગ હોય તેને જ સાચે દ્રવ્યલિંગ હોય છે. ભાવરહિત ફકત એકલા દ્રવ્યલિંગ (વેષ) હેય તેને સાચે સાધુ કહેવામાં આવતો નથી. ૯૮૫ પ્ર. નવકાર મંત્રનાં તે નવ પદ ગણાય છે. આ તે ફકત પાંચ પદ થયાં, એમ કેમ ? ઉ. (એક રીતે અર્થ કરતાં નવ પદ એટલે નવકાર કહેવાય, અને તેમાંથી ઉપરનાં પાંચ પદ જૈન ધર્મના સર્વ મત, ફિરકાઓ વગેરેમાં સર્વત્ર માન્ય છે. બાકીનાં ચાર પદ નીચે પ્રમાણે છે: એસો પંચ નમુકકારે, સવપાવ પણાસણે. મંગલાણં ચ સવેસિં, પઢમં હવઈ મંગલમ. તેને અર્થ નીચે મુજબ છે – ઉપર કહેલા પાચે જ્ઞાની ભગવંતને નમસ્કાર, સર્વ પાપને નાશ કરનાર છે. સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે, અને પ્રથમ મંગલ છે. મંત્ર તત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણું વિના, અવર ન કઈ ઉપાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy